Covid-19/ ભારત સહિત વિશ્વમાં કોરોના મહામારીમાં 42.9 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

વિશ્વભરમાં, કોરોનાવાયરસનાં કેસો વધીને 20.26 કરોડથી વધુ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે કુલ 42.9 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં 4.33 અબજ લોકોને વેક્સિનનાં ડોઝ આપવામાં આવ્યા છે.

Top Stories Trending
ભારત

ભારત સહિત વિશ્વભરમાં, કોરોનાવાયરસનાં કેસો વધીને 20.26 કરોડથી વધુ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે કુલ 42.9 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં 4.33 અબજ લોકોને વેક્સિનનાં ડોઝ આપવામાં આવ્યા છે.

11 226 ભારત સહિત વિશ્વમાં કોરોના મહામારીમાં 42.9 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

આ પણ વાંચો – કોરોના કહેર / ઈરાન, અમેરિકા, બ્રાઝિલ અને રશિયા સહિતના દેશોમાં કોરોના વકર્યો,સંક્રમિતોના આંકડામાં ચાર ગણો વધારો

વિશ્વમાં કોરોનાનાં કેસ અને મોતનો આંક

યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ સોમવારે સવારે તેના તાજેતરનાં અપડેટમાં જાહેર કર્યું કે, વર્તમાન વૈશ્વિક કેસો, મૃત્યુઆંક અને રસીકરણની સંખ્યા અનુક્રમે 20,26,61,707, 42,93,555 અને 4,33,99,12,422 છે. સીએસએસઈનાં જણાવ્યા અનુસાર, કોરોનાનાં સૌથી વધુ કેસ અને મોતની વાત કરીએ તો અમેેરિકા વિશ્વમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. જ્યા અનુક્રમે 3,57,62,751 અને 6,16,827 પર સૌથી વધુ કેસ અને મૃત્યુ થયા છે. 3,19,34,455 કેસ સાથે કોરોના સંક્રમણનાં મામલે ભારત બીજા ક્રમે છે. CSSE નાં ડેટા અનુસાર, 30 લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ પ્રભાવિત દેશોમાં બ્રાઝિલ (2,01,65,672), ફ્રાન્સ (63,71,349), રશિયા (63,62,641), યુકે (60,98,085), તુર્કી (58,95,841), આર્જેન્ટિના (50,18,895), કોલંબિયા (48,38,984), સ્પેન (45,88,132), ઇટાલી (43,96,417), ઇરાન (41,58,729), જર્મની (37,97,849) અને ઇન્ડોનેશિયા (36,66,031) સામેલ છે. જો આપણે વાયરસનાં મૃત્યુનાં સંદર્ભમાં વાત કરીએ, તો બ્રાઝિલ 563,151 મૃત્યુ સાથે બીજા ક્રમે છે. જે દેશોમાં મૃત્યુની સંખ્યા 1,00,000 ને વટાવી ગઈ છે તેમાં ભારત (4,27,862), મેક્સિકો (2,44,420), પેરુ (1,96,873), રશિયા (1,62,109), યુકે (1,30,624), ઇટાલી (1,28,220), કોલંબિયા (1,22,458), ફ્રાન્સ (1,12,407), આર્જેન્ટિના (1,07,459) અને ઇન્ડોનેશિયા (1,07,096) સામેલ છે.

આ પણ વાંચો – આર્થિક રીતે કંગાળ / પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ પાસે પાણી પીવડાવવાના પૈસા નથી ? હવે મુસાફરોને મિનરલ પાણીની બોટલ નહીં આપે

ભારતમાં કોરોનાનાં કેસ અને મોતનો આંક

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાનાં 35,499 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરનાં આંકડાઓ અનુસાર, હવે દેશમાં કોરોનાનાં 4,02,188 એક્ટિવ કેસ છે. વળી, કોરોનામાંથી ઠીક થયેલા દર્દીઓની એવરેજ 97.40 ટકા છે. રવિવારની તુલનામાં આજે કોરોનાનાં નવા કેસોમાં ઘટાડો થયો છે. રવિવારે દેશમાં કોરોનાનાં 39,070 નવા કેસ નોંધાયા હતા. આજનાં આંકડાઓ બાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાનાં 3,19,69,954 કેસ નોંધાયા છે જ્યારે દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4,28,309 લોકોનાં મોત થયા છે. બીજી બાજુ, જો આપણે દેશમાં કોરોના ટેસ્ટિંગની વાત કરીએ તો, 8 ઓગસ્ટનાં રોજ 13,71,971 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાનાં કુલ 48,17,67,232 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. વળી, 8 ઓગસ્ટ સુધી દેશમાં 50.68 કરોડ કોરોના રસી ડોઝ લોકોને આપવામાં આવી છે.