Not Set/ જૂનાગઢમાં પાપ છુપાવા ઝાડીમાં મૂકીને ગયું નવજાત બાળક

જૂનાગઢમાં માનવતા નેવે મૂકાઈ છે. અહીં ભેંસાણ તાલુકાના રફળિયા ગામમાંથી નવજાત બાળક મળી આવ્યું છે. થોમણભાઈ ભરડવારને બકરા ચરાવતા નવજાત બાળક મળ્યું

Gujarat Others
A 57 જૂનાગઢમાં પાપ છુપાવા ઝાડીમાં મૂકીને ગયું નવજાત બાળક

ગુજરાતમાં લોકો માનવતા નેવે મૂકી રહ્યાં છે. બાળકો ત્યજી દેવાના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. રાજકોટ બાદ હવે જૂનાગઢમાં બાળકને તરછોડી દેવાનો બનાવ સામે આવ્યો છે.

જૂનાગઢમાં માનવતા નેવે મૂકાઈ છે. અહીં ભેંસાણ તાલુકાના રફળિયા ગામમાંથી નવજાત બાળક મળી આવ્યું છે.ગામમાં થોમણભાઈ ભરડવારને બકરા ચરાવતા નવજાત શિશુ બાળક મળી આવતા સરપંચને જાણ કરી હતી. સરપંચએ ભેસાણ પોલીસને જાણ કરતા પોલીસે સરકારી હોસ્પિટલમાં બાળકને સારવાર અપાવી છે.ભેસાણ પોલીસે બાળકનો કબજો મેળવી બાળકની સંભાળ લીધી છે.આ મામલે આગળની તપાસ પીએસઆઇ એ.ડી.વાળા ચલાવી રહ્યા છે.

સારવાર માટે બાળકની તપાસ કરાઈ હતી, જેમાં બાળક તંદુરસ્ત હાલતમાં છે. બાળકને કોઈ ઈજા નથી થઈ. હાલ બાળકને જૂનાગઢ શિશુમંગલ સંસ્થામાં મોકલાયું છે. ભેંસાણ પોલીસે અજાણી સ્ત્રી વિરૂધ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :અમદાવાદ પોલીસને શરમ આવવી જોઈએ : પાયલ રોહતગી

રાજકોટનાં પડધરીના નાના ખીજડિયા ગામે મળી નવજાત બાળકી 

આપને જણાવી દઈએ કે, આ આગાઉ રાજકોટના પડધરીના નાના ખીજડિયા ગામે નવજાત બાળકીને ત્યજી દેવાના મામલો ચોંકાવનારી વિગતો સામે આવી છે. નવજાત બાળકીની માતા સહિત 3 લોકોને પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે. બાળકીની માતા સગીર હોવાનું અને તેના લગ્ન ન થયા હોવાનું સામે આવ્યું છે. સગીરાના માતા-પિતાએ તળાવ પાસે દીકરીની ડિલવરી કરાવી નવજાત બાળકીને ત્યાં જ તરછોડી દીધી હતી.

પોલીસે આસપાસના વાડી વિસ્તારમાં ગર્ભવતી મહિલાઓની તપાસ કરતાં એમપીથી ખેત મજૂરી કરી રહેલો એક પરિવાર મળી આવ્યો હતો. જેમની સગીરવયની દીકરીએ આ બાળકીને જન્મ આપ્યો હોવાનો ખુલાસો થયો છે. દીકરીના લગ્નમાં આ બાળકી બાધારૂપ હોવાથી તેમણે નવજાત બાળકીને તરછોડી દીધી હતી.

આ પણ વાંચો :વડોદરા જિલ્લા SOG પીઆઇનાં પત્ની થયા 1 મહિનાથી ગુમ, પેમ્ફ્લેટ પણ છપાવ્યા

શુક્રવારે રાત્રે વાડીમાં ઘરના તમામ સભ્યો સુતા હતા ત્યારે સગીરાને પ્રસૂતિની પીડા ઉપડતાં તે ઓરડીથી ચાલવા લાગી હતી અને ખીજડિયાની સીમમાં તળાવ પાસે પહોંચી ત્યારે પીડા અસહ્ય બની હતી, મધરાતે સગીરા એકલી હતી તે વખતે જ ઘોરઅંધારામાં તેણે પુત્રીને જન્મ આપ્યો હતો. બાળકીને જન્મ આપી સગીરાએ જાતે જ તેની નાળ કાપી નાખી હતી અને બાળકીને ઉઠાવીને થોડેદૂર જઇ તળાવના પટ્ટમાં ફેંકી દીધી હતી, ત્યાંથી સગીરા ત્રણ કિ.મી.ચાલીને જામનગર હાઇવે પર ટોલનાકે પહોંચી હતી અને ત્યાંથી રિક્ષા કરી ખજૂરડી ગામે રહેતા તેના કાકા-કાકીના ઘરે પહોંચી હતી.

કાકાએ ફોન કરી સગીરાના પિતાને જાણ કરતાં તે ત્યાં પહોંચ્યો હતો અને સગીરાને ફરીથી ખીજડિયા લઇ આવ્યો હતો, જોકે પોલીસ પહોંચતા તે ભાગ્યો હતો. પોલીસે બાળકીને તરછોડવાના ગુનામાં સગીરા, તેના માતા-પિતા સામે ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો :કોરોનાને કારણે ગુમાવી છે નોકરી, 1500થી વધુ દિવ્યાંગ લોકોએ નોકરી ગુમાવી