પાકિસ્તાનનાં ટેસ્ટ ઓપનર આબિદ અલીને ફર્સ્ટ ક્લાસ ટૂર્નામેન્ટમાં બેટિંગ કરતી વખતે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં મંગળવારે તેને ‘એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ’ હોવાનું જાણમાં આવ્યુ હતું. કાયદે આઝમ ટ્રોફીમાં સેન્ટ્રલ પંજાબ માટે ખૈબર પખ્તુનખ્વા ટીમ સામે રમતા આબિદે બે વખત છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેની ટીમના મેનેજર અશરફ અલીએ તેને હોસ્પિટલમાં દાખલ કરવાનો અને તેની તપાસ કરાવવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો – IND vs SA / પહેલી ટેસ્ટ મેચ પહેલા જ ભારત અને દ.આફ્રિકા માટે આવ્યા ખરાબ સમાચાર
‘એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ’માં હૃદયમાં લોહીનાં પ્રવાહમાં અચાનક ઘટાડો થાય છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તેને (આબિદ) તાત્કાલિક હૃદયની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને તીવ્ર કોરોનરી સિન્ડ્રોમ હોવાનું જાણમાં આવ્યુ હતું. તેની સારવાર કાર્ડિયોલોજિસ્ટની દેખરેખ હેઠળ ચાલી રહી છે જે વધુ સારવાર માટે PCBની મેડિકલ ટીમનાં સંપર્કમાં છે. તેમ હાલત હવે સ્થિર છે. આ સમયે તેમ અને તેના પરિવારની ગોપનીયતાનો આદર કરવા વિનંતી છે.’ PCB એ કહ્યું કે, આબિદને બેટિંગ દરમિયાન છાતીમાં દુખાવો અને ખભામાં તકલીફની ફરિયાદ બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બોર્ડનાં એક વિશ્વસનીય સૂત્રએ જણાવ્યું હતું કે આબિદના તમામ સાવચેતીભર્યા ટેસ્ટ કરવામાં આવ્યા છે અને ક્રિકેટર હવે સારું અનુભવી રહ્યો છે અને તેને કોઈ પીડા નથી. UBL કેમ્પસમાં ખૈબર પખ્તુનખ્વા ટીમ સામે રમતા ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 9000 રન બનાવનાર આબિદ તાજેતરમાં બાંગ્લાદેશનાં સફળ ટેસ્ટ પ્રવાસ બાદ મધ્ય પંજાબની ટીમ સાથે જોડાયો હતો.
https://twitter.com/TheRealPCBMedia/status/1473259860234018822?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1473259860234018822%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fcricket%2Fstory-pakistan-batter-abid-ali-rushed-to-hospital-after-complaining-of-chest-pain-pcb-issues-statement-on-his-condition-5382460.html
આ પણ વાંચો – Ashes series / ઓવલ ટેસ્ટમાં જીત બાદ ઓસ્ટ્રેલિયા WTC પોઈન્ટ ટેબલ પર પહોંચ્યુ આ સ્થાને, ભારતને ઝટકો
ભૂતપૂર્વ ટેસ્ટ વિકેટ-કીપર બેટ્સમેન અને મધ્ય પંજાબ ટીમનાં મેનેજર અશરફ અલીએ જણાવ્યું હતું કે, “તે આજે સવારે 61 રને રમી રહ્યો હતો ત્યારે તેણે છાતીમાં બે વખત દુખાવાની ફરિયાદ કરી હતી અને અમને લાગ્યું કે તેને હોસ્પિટલમાં મોકલવો શ્રેષ્ઠ રહેશે જ્યાં તેની તપાસ થઈ શકે.” અને તેના કેટલાક વધુ ટેસ્ટ થશે. લાહોરનો રહેવાસી આબિદે પોતાની ડેબ્યૂ વનડે અને ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી.
