ભારતીય ક્રિકેટ ટીમે શુક્રવારે સ્કોટલેન્ડને 8 વિકેટનાં અંતરથી હરાવીને T20 ઈન્ટરનેશનલમાં તેની સૌથી મોટી જીત નોંધાવી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ તેના 33માં જન્મદિવસ પર ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને બોલરોએ તેમના કેપ્ટનનાં નિર્ણયને સાચો સાબિત કર્યો અને સ્કોટલેન્ડ 17.4 ઓવરમાં માત્ર 85 રનમાં ઓલઆઉટ કર્યુ હતુ. આ પછી કેએલ રાહુલ અને રોહિત શર્માની વિસ્ફોટક ઇનિંગ્સનાં કારણે ભારતીય ટીમે જીત માટે 86 રનનો ટાર્ગેટ માત્ર 6.3 ઓવરમાં મેળવી લીધો હતો. આટલા મોટા અંતરથી જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ નેટ રન રેટનાં મામલે ગ્રુપ 2માં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.
આ પણ વાંચો – T20 World Cup / ટીમ ઈન્ડિયાએ આપી કોહલીને જન્મ દિવસની ભેટ, સ્કોટલેન્ડને માત્ર 39 બોલમાં હરાવી બનાવ્યો રેકોર્ડ
અફઘાનિસ્તાન વિરુદ્ધ મોટી જીત નોંધાવ્યા પછી, ટીમ ઈન્ડિયાએ સ્કોટલેન્ડને પણ હરાવ્યું અને એક તરફી મેચમાં ટૂર્નામેન્ટની બીજી મોટી જીત મેળવી. બોલરોનાં જોરદાર પ્રદર્શન બાદ કેએલ રાહુલની તોફાની બેટિંગનાં કારણે ભારતીય ટીમે સ્કોટલેન્ડ તરફથી મળેલા 86 રનનાં ટાર્ગેટને માત્ર 39 બોલમાં હાંસલ કરી લીધો હતો. T20 ક્રિકેટનાં ઈતિહાસમાં બોલનાં મામલે પણ આ ટીમ ઈન્ડિયાની સૌથી મોટી જીત હતી. ધમાકેદાર જીત બાદ કોહલી એન્ડ કંપની સ્કોટલેન્ડનાં ખેલાડીઓને ક્લાસ લેતા પણ જોવા મળ્યા, જેના માટે સોશિયલ મીડિયા પર તેમની ખૂબ પ્રશંસા થઈ રહી છે. સ્કોટલેન્ડ ક્રિકેટે પોતાના ટ્વિટર હેન્ડલ પર તસવીરો શેર કરી છે, જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને આર અશ્વિન સ્કોટલેન્ડનાં ખેલાડીઓ સાથે વાતચીત કરતા જોવા મળે છે. સમગ્ર મેચ દરમિયાન સ્કોટલેન્ડની ટીમ બેકફૂટ પર જોવા મળી હતી અને ટીમનાં બેટ્સમેન અને બોલર બંને તેમની રમતથી ખૂબ જ નિરાશ હતા. સ્કોટિશ બેટ્સમેનો સરળતાથી ભારતનાં બોલરો સામે ઘૂંટણીયે બેસી ગયા અને ટીમ 17.4 ઓવરમાં માત્ર 85 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. આ પછી, ભારતીય બેટ્સમેનોએ ટીમનાં બોલિંગ આક્રમણને જોરદાર રીતે ઉડાવી દીધું અને માત્ર 6.3 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું.
“So guys how do you go about playing on a green one in Aberdeen in April?” pic.twitter.com/jej5ignlp7
— Cricket Scotland (@CricketScotland) November 5, 2021
આ પણ વાંચો – T20 World Cup / સ્કોટલેન્ડને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાને નસીબની જરૂર, Top-4 માં પહોંચવાની ભારતની આશા હવે અફઘાનિસ્તાન પર ટકી
ભારત માટે બોલિંગમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાની ત્રિપુટીએ મળીને સ્કોટલેન્ડનાં બેટિંગ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો હતો. શમી અને જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહે 3.4 ઓવરમાં માત્ર 10 રન આપીને બે વિકેટ લીધી હતી. આ જીત સાથે ભારતે સેમીફાઈનલમાં પહોંચવાની આશા પણ જીવંત રાખી છે. જો કે, 7 નવેમ્બરે અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ દ્વારા ટીમનાં ભાવિનો નિર્ણય થશે. જ્યાં ટીમ ઈન્ડિયાનાં પરિપ્રેક્ષ્યમાં મોહમ્મદ નબી એન્ડ કંપની માટે જીતવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
