Not Set/ Asian Games: સાયના હારી છતાં રચ્યો ઈતિહાસ, મેડલ જીતનાર પ્રથમ મહિલા શટલર

Asian Games ના નવમા દિવસે ભારતને મેડલ તો મળ્યો છે, પરંતુ તેની સાથે નિરાશા પણ મળી છે. સાઈના નેહવાલને બેડમિન્ટનની સેમિફાઈલમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય મહિલા શટલર સાઈના નેહવાલ ચીની તાઈપેની જુ યિંગ સામે સીધી ગેમમાં મેચ હારી ગઈ છે. આ હાર મળતાંની સાથે સાયના નેહવાલને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો છે. સાઈના […]

Top Stories Trending Sports
Saina Losing in Asian Games But Create History, is the first woman shuttler to win medal

Asian Games ના નવમા દિવસે ભારતને મેડલ તો મળ્યો છે, પરંતુ તેની સાથે નિરાશા પણ મળી છે. સાઈના નેહવાલને બેડમિન્ટનની સેમિફાઈલમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ભારતીય મહિલા શટલર સાઈના નેહવાલ ચીની તાઈપેની જુ યિંગ સામે સીધી ગેમમાં મેચ હારી ગઈ છે. આ હાર મળતાંની સાથે સાયના નેહવાલને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો છે. સાઈના નેહવાલ 21-17, 21-14થી સીધા સેટમાં મેચ હારી છે.

જો કે, સાઈના નેહવાલએ મેચ હારવા છતાં પણ એક ઈતિહાસ રચ્યો છે. સાઈના એશિયન ગેમ્સમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા શટલર બની ગઈ છે. .

બેડમિન્ટનમાં 36 વર્ષ પછી કોઈને મેડલ મળ્યો

આ પહેલો એવો અવસર છે કે, જેમાં એશિયાઈ રમત (એશિયન ગેમ્સ)માં બેડમિન્ટન સ્પર્ધામાં મહિલા સિંગલમાં ભારતને મેડલ મળ્યો છે. આ અગાઉ ક્યારે પણ કોઈ શટલરે મહિલા સિંગલમાં મેડલ જીત્યો ન હતો. એશિયન ગેમ્સમાં રેકોર્ડની વાત કરીએ તો, બેડમિન્ટનની સિંગલ ઈવેન્ટમાં છેલ્લે સૈયદ મોદીએ 1982માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

તમને જણાવી દઈએ કે, સાઈના નેહવાલ અને તાઈ જૂ યિંગ વચ્ચે આ પહેલા 16 મુકાબલા થયા છે, જેમાંથી ભારતીય શટલર સાયના નેહવાલ માત્ર પાંચ મેચમાં જીતી શકી છે, જ્યારે 11 મુકાબલા યિંગે પોતાના નામે કરેલા છે.

ઉલ્લેખનીય છે કે, ભારતના ખાતામાં એશિયન ગેમ્સ 2018માં અત્યાર સુધીમાં કુલ 37 મેડલ આવી ગયા છે. ભારતે અત્યાર સુધીમાં 7 ગોલ્ડ, 10 સિલ્વર અને 20 બ્રોન્ઝ જીત્યા છે. આજે જેવલિન થ્રોઅર નીરજ ચોપડા ગોલ્ડ જીતી શકે છે, જ્યારે આર્ચરીમાં ભારતની પુરૂષ અને મહિલા ટીમ ફાઈનલમાં પહોંચી ચૂકી છે.