Rajkot/ રાજકોટ:ધોરાજીમાં બાઈક સ્લીપ થતા GRDનું મોત, પોલીસે હાથ ધરી તપાસ

રાજકોટમાં એક બનાવમાં GRD જવાનનું મોત થયું છે. આ ઘટના ધોરાજીમાં બનવા પામી છે. ધોરાજીમાં GRD યુવાનનું બાઈક અચાનક સ્લીપ થવાના બનાવ બન્યો. આ બનાવમાં GRD યુવાનનું મોત થયું.

Top Stories Gujarat Rajkot

રાજકોટમાં એક બનાવમાં GRD જવાનનું મોત થયું છે. આ ઘટના ધોરાજીમાં બનવા પામી છે. ધોરાજીમાં GRD યુવાનનું બાઈક અચાનક સ્લીપ થવાના બનાવ બન્યો. આ બનાવમાં GRD યુવાનનું મોત થયું. GRD યુવાનનું નામ જીતેન્દ્રભાઈ દાફડા છે. પ્રાપ્ત વિગત મુજબ GRD યુવાન પાટણવાવ પોલીસ મથકમાં ફરજ બજાવતો હતો. દરમ્યાન ફરજથી પરત ફરતી વખતે અચાનક બાઈક સ્લીપ થવાની ઘટના બનતા યુવાન મોતને ભેટ્યો. મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલ પીએમ અર્થ ખસેડાયો. આ ઘટનાની જાણ થતા ધોરાજી પોલીસ હોસ્પિટલ પંહોચી વધુ તપાસ હાથ ધરી છે.

ધોરાજી પોલીસે પોસ્ટમોર્ટમના રિપોર્ટના આધારે તપાસ કરશે કે આખરે GRD યુવાનનું બાઈક સ્લીપ થતા મૃત્યુ થયું છે કે પછી એટેક અથવા તો અન્ય કોઈ સ્થિતિના કારણે મૃત્યુ પામવાની ઘટના બની છે. બનાવની વધુ તપાસ થશે કે યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે સામેથી કોઈ વાહન આવતું હતું કે પછી અન્ય કોઈને બચાવવા જતા યુવાન માર્ગ બદલવાનો પ્રયાસ કરતા બાઈક સ્લીપ થવાની ઘટના બનવા પામી છે. પાટણવાવ પોલીસ મથકમાં ફરજ બજાવનાર યુવાનનું મૃત્યુ ખરેખર અકસ્માત છે કે પછી કોઈ કેસ સંબંધિત બાબત છે તેને લઈને પણ વધુ તપાસ થશે.

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતમાં મૃત્યુ પામવાની ઘટનાઓ વધી છે. હજુ થોડા દિવસ પહેલા રાજકોટમાં જ બાઈક પર સવાર પિતા-પુત્ર ટેન્કર નીચે આવી જતા ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું. આ ઘટના રાજકોટમાં સંતકબીર રોડ પર બનવા પામી હતી. સંત કબીર રોડ પર ટેન્કર પસાર થતું હતું ત્યારે રસ્તા પર એક રાહદારી મોબાઈલ સાથે ચાલતો હતો દરમ્યાન બાઈક પર સવાર પિતા-પુત્ર રાહદારીને બચાવવા જતા હતા ત્યાં રસ્તા પરના ખાડાના કારણે નીચે પટકાયા. અને ટેન્કર નીચે આવી જતા કમકમાટીભર્યું મોત નિપજ્યુ. રાજકોટમાં જ બાઈક સવાર મૃત્યુ પામનાર અન્ય એક ઘટનામાં સામેથી રોંગ સાઈડ આવતા વાહનના કારણે 49 વર્ષીય વસંત પરમારનું મૃત્યુ થયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગજબ/50 વર્ષના આ વ્યક્તિએ ઘડ્યું જબરદસ્ત કાવતરું, પત્નીને છોડી નાબાલિગ સાથે કરવા હતા લગ્ન, કર્યું એવું કે…..

આ પણ વાંચો:Hemant Soren/હેમંત સોરેને ધરપકડને પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડીને વિધાનસભામાં કર્યો કટાક્ષ, કહ્યું કે…

આ પણ વાંચો:Karnataka/કર્ણાટક : ખાણ અને ભૂસ્તર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રતિમાની હત્યા કરનાર હત્યારો ઝડપાયો, પોલીસે ચાર્જશીટ દાખલ કરી