Dharm & Bhakti: ઉત્તર ભાદ્રપદ નક્ષત્રને જ્ઞાન, ધૈર્ય, આધ્યાત્મિક ઉન્નતિ અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે. આ શુભ નક્ષત્રમાં શનિના ગોચર (Shani Nakshatra Gochar 2026)ના કારણે વિશેષ કરીને 4 રાશિઓનું સૂતેલું ભાગ્ય જાગવાની પ્રબળ સંભાવના છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં શનિ દેવને કર્મફળદાતા, ન્યાયપ્રિય અને મંદ ગતિથી ચાલનારા અત્યંત પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવે છે. શનિ દેવ જ્યારે પણ પોતાની ચાલ બદલે છે અથવા તો નક્ષત્ર પરિવર્તન કરે છે ત્યારે એની સીધી જ અસર દરેક વ્યક્તિના જીવન અને આજીવિકા પર પડે છે! આ વખતે તો શનિ દેવ સ્વયં પોતાના સ્વામિત્વ વાળા અને ગુરુના પ્રભાવયુક્ત ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર (Uttar Bhadrapada Nakshatra)માં સંચાર કરી રહ્યાં છે.
જ્યોતિષ શાસ્ત્ર ( Astrology)ની દ્રષ્ટિએ આ સપ્ટેમ્બરનો મહિનો (September 2026) ગ્રહોની ચાલ અને નક્ષત્રોના દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ રહેશે.શનિ દેવ (Shani Graha) કર્મપ્રધાન ગ્રહ છે આથી જ આ મહિના દરમિયાન, ઈમાનદારી અને ધગશથી કરવામાં આવેલા કાર્યોનું ઉત્તમ ફળ પ્રાપ્ત થશે. પરંતુ, ભાગ્ય (Luck)ના ભરોસે બેસીને આળસ કરવી નુકસાનકારક સાબિત થઈ શકે એમ છે. તો ચાલો જાણીએ…સપ્ટેમ્બર મહિનામાં આ 4 રાશિઓને શો લાભ થશે અને એમણે શનિનો શુભ પ્રભાવ વધારવા માટે શા ઉપાયો કરવા!
ઉત્તર ભાદ્રપદ નક્ષત્રને જ્ઞાન, ધૈર્ય, આધ્યાત્મિક ઉન્નતિ અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે કર્મના કારક શનિ ગ્રહ (Saturn) પોતાના જ નક્ષત્રમાં વિરાજમાન થાય છે ત્યારે, એ જાતકોને એમના કઠીન પરિશ્રમનું ભરપૂર અને સ્થાયી પરિણામ પ્રદાન કરે છે. આ શુભ નક્ષત્રમાં શનિના ગોચર (Shani Nakshatra Gochar 2026)ના કારણે વિશેષ કરીને 4 રાશિઓનું સૂતેલું ભાગ્ય જાગવાની પ્રબળ સંભાવના છે.

શનિના ગોચરથી 4 રાશિઓનું સૂતેલું ભાગ્ય જાગશે (Shani Nakshatra Gochar 2026)
શનિના ગોચર (Shani Nakshatra Gochar 2026)ના કારણે વિશેષ કરીને આ 4 રાશિઓનું સૂતેલું ભાગ્ય જાગવાની પ્રબળ સંભાવના છે.
વૃષભ રાશિ-કેરિયરમાં ટોચે પહોંચશો
વૃષભ રાશિ (Taurus) ના જાતકો માટે આ ગોચર અત્યંત શુભ પરિણામ લઈને આવ્યું છે. શનિદેવ તમારી આવક અને લાભ ભાવને મજબૂતી પ્રદાન કરી રહ્યાં છે. કાર્યક્ષેત્રે તમારી સ્થિતિ મજબૂત થશે અને જો લાંબા સમયથી વેતન વૃદ્ધિ કે પ્રમોશનની રાહ જોઇ રહ્યાં હો તો તમને લાભ થઈ શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકોને નવા સોદાથી ભારે આર્થિક ફાયદો થશે. શેર બજાર અથવા જૂના રોકાણથી પણ લાભ મળી શકે છે.
તુલા રાશિ-નોકરીમાં પ્રમોશન
તુલા રાશિ (Libra)ને શનિ દેવની ઉચ્ચ રાશિ માનવામાં આવે છે, આથી શનિનું તમારા જ નક્ષત્રમાં હોવું તમારા જીવનમાં સ્થિરતા અને સકારાત્મકતા લાવશે. જે લોકો નવી નોકરીની શોધમાં હોય એમને મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા સારા અવસર પ્રાપ્ત થઈ શકે છે. પ્રટપર્ટી, મકાન અથવા નવું વાહન ખરીદવાનું સપનું પૂર્ણ થઈ શકે છે. પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ પૂર્ણ થશે અને સંતાનપક્ષ દ્વારા કોઈ મોચી ખુશખબર મળી શકે છે.
મકર રાશિ- આર્થિક સંકટ દૂર થશે
મકર રાશિ (Capricon)ના સ્વામી સ્વયં શનિદેવ છે. ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં એમના ગોચર (Shani Nakshatra Gochar 2026)થી આ જાતકોના સંચિત ધન અને વાણીના ભાવને બળ પ્રાપ્ત થશે. તમારી આર્થિક સ્થિતિ અગાઉથી મજબૂત થશે અને ફસાયેલા કે અટકેલા નાણા અચાનક પરત મળી શકે છે. બેન્ક બેલેન્સમાં વૃદ્ધિ થશે અને વાણીના પ્રભાવથી તમારા અટકેલા કાર્ય પૂર્ણ થવા લાગશે. બિઝનેસમાં નવો ભાગીદાર જોડાઈ શકે છે.
કુંભ રાશિ-માન-સન્માનમાં વૃદ્ધિ
કુંભ રાશિ (Aquarius) શનિદેવના સ્વામિત્વવાળી રાશિ છે. તમારા માટે આ ગોચર (Shani Nakshatra Gochar 2026) સર્વાંગી વિકાસનો સમય લઈને આવ્યું છે. તમારા આત્મવિશ્વાસમાં અને વ્યક્તિત્વમાં અદ્ભૂત નિખાર આવશે. સમાજમાં અને કાર્યક્ષેત્રે તમારી શાખ અને પ્રતિષ્ઠા વધશે. વિદેશ યાત્રા અથવા વિદેશ સંલગ્ન વ્યાપારમાં આ જાતકોને ફાયદો થશે. સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ દૂર થશે.

શનિ દેવના શુભ પ્રભાવમાં વૃદ્ધિના ઉપાયો (Upay for Shani Shubh Prabhav)
1. શનિવારની સાંજે પીપળાના વૃક્ષ (Peepal Tree) નીચે સરસવના તેલનો ચોમુખો દીવો પ્રગટાવવો.
2. શનિવારે અથવા શક્ય હોય તો પ્રતિદિન હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
3. શનિવારના દિવસે લોખંડના વાસણમાં સરસિયું ભરીને એમાં પોતાનો ચહેલો જોવા અને એ તેલ કોઈને દાન કરી દેવું.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: સપ્ટેમ્બરમાં શનિ દેવ લેશે 3 રાશિઓમા કઠીન પરીક્ષા…જીવનમાં મચશે ઉથલ-પાથલ!
આ પણ વાંચો: શનિની આ વીંટી પહેરવાથી આ 5 રાશિઓને મળશે સુરક્ષા કવચ…જાણો ધારણ કરવાના નિયમો..!
આ પણ વાંચો: શનિ જયંતિ પર શનિદેવ આપશે નોકરી અને પૈસાના ગુપ્ત સંકેત, જાણો કઈ રાશિઓએ રહેવું પડશે સાવધાન?
