Dharma & Bhakti/ સપ્ટેમ્બરમાં શનિ દેવ લેશે 3 રાશિઓમા કઠીન પરીક્ષા…જીવનમાં મચશે ઉથલ-પાથલ!

શનિ દેવ (Shani Graha) કર્મપ્રધાન ગ્રહ છે આથી જ આ September 2026 દરમિયાન, ઈમાનદારી અને ધગશથી કરવામાં આવેલા કાર્યોનું ઉત્તમ ફળ પ્રાપ્ત થશે. પરંતુ…

Trending Religious Rashifal Dharma & Bhakti
Shani Graha ની દ્રષ્ટિથી 3 રાશિઓના જીવનમાં ઉથલ-પાથલ!

Dharm & Bhakti: જ્યોતિષ શાસ્ત્ર (Astrology)ની દ્રષ્ટિએ આ સપ્ટેમ્બરનો મહિનો (September 2026) ગ્રહોની ચાલ અને નક્ષત્રોના દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ રહેશે. ન્યાયના દેવતા અને કર્મફળદાતા શનિદેવ (Shani Graha)તમામ 12 રાશિઓ પૈકી 3 રાશિઓ મિથુન, સિંહ અને કન્યાના જાતકોની ધીરજ, નિર્ણય ક્ષમતા અને યોગ્યતાની કઠીન પરીક્ષા (Difficult exam) લઈ શકે છે.

જ્યોતિષીય ગણનાઓ અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં શનિદેવની દ્રષ્ટિ સિંહ રાશિના સ્વામી ગ્રહ સૂર્યદેવ (Surya Graha) પર અને મિથુન તથા કન્યા રાશિના સ્વામી ગ્રહ બુધ (Budh Graha) પર પડશે. ગ્રહોના આ પ્રભાવોના લીધે આ ત્રણેય રાશિઓ (Zodiac Signs)ના જીવનમાં મોટા પરિવર્તન અને ઉથલ-પાથલ જોવા મળી શકે છે.

શનિ દેવ (Shani Graha) કર્મપ્રધાન ગ્રહ છે આથી જ આ મહિના દરમિયાન, ઈમાનદારી અને ધગશથી કરવામાં આવેલા કાર્યોનું ઉત્તમ ફળ પ્રાપ્ત થશે. પરંતુ, ભાગ્ય (Luck)ના ભરોસે બેસીને આળસ કરવી નુકસાનકારક સાબિત થઈ શકે એમ છે. તો ચાલો જાણીએ…સપ્ટેમ્બર મહિનામાં આ 3 રાશિઓ પર શી અસરો થશે અને એમણે શી સાવધાની રાખવાની રહેશે!

કન્યા રાશિ

કન્યા રાશિ (Virgo)

કન્યા રાશિના સ્વામી ગ્રહ બુધ પર શનિ (Shani Graha) ની દ્રષ્ટિને જોતાં આ મહિને તમારા રોજીંદા કાર્યો અને યોજનાઓમાં કેટલીક અડચણો અથવા વિલંબ જોવા મળી શકે છે. ધનના મામલે સમજી-વિચારીને પગલાં ભરવા. વ્યર્છ ખર્ચ કરવાથી બચવું અને સ્વાસ્થ્યની વિશેષ સંભાળ લેવી.

સાવધાની

પોતાને આળસુ બનાવવાથી બચવું. શનિદેવ તમારા સાતત્યની પરીક્ષા લેશે આથી જ પોતાના લક્ષ્યો પર ટકી રહેવું.

સિંહ રાશિ

સિંહ રાશિ (Leo)

સિંહ રાશિના સ્વામી ગ્રહ છે સૂર્ય દેવ…સૂર્ય-શનિ વચ્ચે જ્યોતિષીય દ્રષ્ટિકોણથી શત્રુતા માનવામાં આવે છે. આ સંજોગોમાં સિંહ રાશિવાળા આ જાતકોનો સમય ધીરજની કસોટી સમાન હશે. કામકાજના સ્થળે તમારા કામનો બોજો વધી શકે છે અને ઉપરી અધિકારી સાથે તાલમેલ જાળવવામાં તમારે ભારે પ્રયાસો કરવા પડી શકે છે. માન-સન્માન અંગે થોડા સાવધ રહેવું.

સાવધાની

અહંકારથી દૂર રહેવું અને સ્વબળે આગળ વધવું. ભાગ્યના જોરે કોઈ નવું જોખમ ન લેવું.

મિથુન રાશિ (Gemini)

મિથુન રાશિના સ્વામી ગ્રહ બુધ પર શનિ (Shani Graha)ની દ્રષ્ટિ રહેવાથી તમને માનસિક તણાવ અને ભ્રમની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળે તમારા સહકર્મચારીઓ સાથે અથવા તો અધિકારીઓ સાથે વિચાર-વિમર્શમાં સંયમ રાખવો. ઉતાવળે લીધેલો કોઈ પણ વ્યાવસ્યિક નિર્ણય તમને ભારે પડી શકે છે.

સાવધાની

પોતાની યોગ્યતા પર વિશ્વાસ રાખવો અને શૉર્ટકટ અપનાવવાથી બચવું. તમે પોતે જેટલો વધુ પ્રયાસ કરશો તમને એટલી જ દ્રઢ સફળતા પ્રાપ્ત થશે.

શનિના અશુભ પ્રભાવો માટેના ઉપાયો (Remedies for Shani Graha)

શનિ (Shani Graha)ના અશુભ પ્રભાવોને ઓછા કરવા માટે આ ઉપાયો કરવા.

1. પીપળાનું પૂજન

શનિવારના દિવસે સાંયકાળે પીપળાના વૃક્ષ (Peepal Tree)ની નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો.

હનુમાનજીની આરાધના

2. હનુમાનજીની આરાધના

દરરોજ અને જો શક્ય ન હોય તો દર મંગળવાર તથા શનિવોરે હનુમાન ચાલીસા (Hanuman Chalisa)ના પાઠ કરવા જેથી શનિદેવના કષ્ટોથી મુક્ત થઈ શકાય.

3. શનિવારે દાન

પ્રત્યેક શનિવારે કાળા તલ, અડદની દાળ અથવા તો સરસવના તલનું દાન (Daan) કરવું.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: 27 જુલાઈથી શનિદેવની ઊંધી ચાલ શરૂ, આ 4 રાશિના જાતકો પર થશે ધનનો વરસાદ, ચમકી જશે કિસ્મત

આ પણ વાંચો: શનિની આ વીંટી પહેરવાથી આ 5 રાશિઓને મળશે સુરક્ષા કવચ…જાણો ધારણ કરવાના નિયમો..!

આ પણ વાંચો: શનિ જયંતિ પર શનિદેવ આપશે નોકરી અને પૈસાના ગુપ્ત સંકેત, જાણો કઈ રાશિઓએ રહેવું પડશે સાવધાન?