World News/ ચીન અને અમેરિકા વચ્ચે જાસૂસી પર ટ્રમ્પનું વલણ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (donald trump) એર ફોર્સ વનમાં આપેલા નિવેદનમાં ચીન સાથેની પરસ્પર જાસૂસીનો સ્વીકાર કર્યો છે. ઉપરાંત, શી જિનપિંગની આગામી મુલાકાત અને 2028 ની ચૂંટણી અંગે પણ મહત્વની સ્પષ્ટતા કરી છે.

World
donald trump Big Blast

World News : ઈરાન અને ચીની સેટેલાઇટ ઈમેજરી સાથે જોડાયેલા અહેવાલો અંગે પૂછવામાં આવતાં ટ્રમ્પે (donald trump)સ્વીકાર્યું કે, “ચીન (china ) આપણા પર જાસૂસી કરે છે અને અમે પણ તેમના પર જાસૂસી કરીએ છીએ. તેઓ મૂળભૂત રીતે એ જ કરે છે જે અમે કરીએ છીએ.”24 સપ્ટેમ્બરે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)સાથે પ્રસ્તાવિત મુલાકાત અંગે તેમણે ઉમેર્યું કે તેઓ લગભગ તમામ મુદ્દાઓ પર મુક્તપણે ચર્ચા કરશે.

donald trump  : 2028 ની ચૂંટણી અને રિપબ્લિકન ઉમેદવારી

2028 ની યુએસ પ્રમુખપદની ચૂંટણી અને જેડી વેન્સની ઉમેદવારી અંગે ટ્રમ્પે કહ્યું કે હજુ ઘણો સમય બાકી છે.રિપબ્લિકન પાર્ટી પાસે ઘણા સક્ષમ વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોને મુખ્ય દાવેદાર તરીકે જોવામાં આવે છે.

કેનેડા સાથેના વ્યાપારી સબંધો

વેપાર કરારો અને ટેરિફ મુદ્દે કેનેડા સાથેના તણાવ પર ટિપ્પણી કરતાં તેમણે જણાવ્યું કે કેનેડા સાથે કામ પાર પાડવું સૌથી મુશ્કેલ બાબત છે, પરંતુ તેઓ અમેરિકા સાથે કરાર કરવા માટે આતુર છે.


આ પણ વાંચો :ઓમાનના દરિયાકાંઠે વેપારી જહાજ પર હુમલો, 13 ભારતીય ક્રૂ સુરક્ષિત; એક નાવિક હજુ લાપતા

આ પણ વાંચો :AIની રફતાર ઘટાડવાના પક્ષમાં નથી ટ્રમ્પ, કહ્યું- ચીન સામેની ટેક રેસમાં અમેરિકા પાછળ નહીં રહે

આ પણ વાંચો :સાઉદીની મુશ્કેલી વધી! હૂથીઓના સમર્થનમાં હથિયારબંધ કબીલાનો કાફલો મરીબ તરફ