Not Set/ મહિલાએ ST બસમાં આપ્યો બાળકીને જન્મ, 108ની ટીમે કરાવી મહિલાની પ્રસુતિ

એક મહિલાએ મુસાફરી દરમિયાન બસમાં બળકીને જન્મ આપી છે. સુરતથી બાંસવાડા તરફ જતી મુસાફર મહિલાએ ST બસમાં  બાળકીને જન્મ આપ્યો છે. મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હતી બસ ચાલકે સમયસર 108 ને જાણ કરતા 108 આવી પહોંચી હતી. દરમિયાન એસટી બસ ગોધરાના સેવા સદન પાસે આવી પહોચી હતી જ્યાં ડિઝાસ્ટર વિભાગમાં હાજર 108 ની ટીમે  મહિલાને […]

Top Stories Gujarat Trending Videos

એક મહિલાએ મુસાફરી દરમિયાન બસમાં બળકીને જન્મ આપી છે. સુરતથી બાંસવાડા તરફ જતી મુસાફર મહિલાએ ST બસમાં  બાળકીને જન્મ આપ્યો છે. મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હતી બસ ચાલકે સમયસર 108 ને જાણ કરતા 108 આવી પહોંચી હતી. દરમિયાન એસટી બસ ગોધરાના સેવા સદન પાસે આવી પહોચી હતી જ્યાં ડિઝાસ્ટર વિભાગમાં હાજર 108 ની ટીમે  મહિલાને બસમા જ સફળ પ્રસુતિ કરાવી હતી.

ત્યાર બાદ નવજાત  બાળકી અને મહિલાને સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. નવજાત બાળક  7 મહિને જન્મેલ હોવાથી  હાલમાં  ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે  બાળકને ઓક્સિજન ચૅમ્બરમાં મૂકીને સારવાર કરવામાં આવી રહી છે.

ગોધરાની 108  એમ્બ્યુલન્સ સેવાએ માતા અને બાળકને  સમયસર સારવાર આપીને  જીવતદાન  આપેલ છે- મહિલાના પતિ અને પરિવારના લોકોએ સરકારની 108 સેવાનો આભાર વ્યક્ત કર્યા હતા.