બોલીવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરાનું નામ આ દિવસોમાં અમેરિકી સિંગર નીક જોનસ સાથે જોડવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે નીક પ્રિયંકા ચોપરા કરતા ઉમરમાં 10 વર્ષ નાના છે. બંને સેલેબ્રીટીને ડીનર ડેટ પર અને પબ્લિક પ્લેસીસ પર કોઝી થતા જોવા મળ્યા છે. પ્રિયંકાની જીંદગીમાં આવેલા આ સિંગરને લઈને, પ્રિયંકાની માતા મધુ ચોપરાનું નિવેદન આવ્યું છે.
મધુ ચોપરાએ નીક જોનસ સાથે પ્રિયંકાના અફેઈરને લઈને એક અખબાર સાથે વાત કરતા કહ્યું કે એ પહેલા પણ કહી ચુકી છે કે પ્રિયંકાના કોઈ વિદેશી સાથે લગ્ન થાય એ વિશે વિચારી પણ નથી શકતી.

મધુ ચોપરાએ કહ્યું કે હું કોઈ વિદેશી સાથે પ્રિયંકા કપલ હોઈ એ વિશે કલ્પના પણ નથી કરી શકતી. મારું માનવું છે કે જો પતિ-પત્ની એક જ કલ્ચરના હોઈ તો લગ્ન પછીની જીંદગી સરળ થઇ જાય છે.
ઉપરાંત મધુ ચોપરાએ પ્રિયંકા અને નીકના અફેઈરની વાત ને એક ખોટી અફવા ગણાવી છે.
મધુએ આગળ કહ્યું કે જો પ્રિયંકાને કોઈ પરફેક્ટ મેચ નથી મળતો અને પ્રિયંકા લગ્ન નહિ કરવાનો ફેસલો કરે છે તો પણ મારું પૂરું સમર્થન રહેશે. તેમણે જણાવ્યું કે જો પ્રિયંકા લગ્ન નહિ કરવવાનો ફેસલો લેશે તો, મને એમાં કોઈ વાંધો નથી.

જણાવી દઈએ નીક જોનસ અમેરિકી સિંગર અને ગીતકાર છે, એમની ઉમર 25 વર્ષ છે અને પ્રિયંકાથી ઉમરમાં 10 વર્ષ નાના છે.
પ્રિયંકા સાથે નીકની મુલાકાત એક અમેરિકી ટીવી શો દરમિયાન એક કોમન મિત્ર દ્વારા થઇ હતી. ત્યારબાદ બંનેને ઘણી વાર સાથે જોવામાં આવ્યા છે.
