Not Set/ 5 વર્ષનો હિસાબ આપો,નહી તો ખુરશી થઈ જશે સાફ,યુવાનોએ છેડયું અભિયાન

સુરત, સુરત શહેરના રસ્તા પર આ રીતના સ્લોગનવાળી ટી-શર્ટધારી યુવાઓનું ગ્રુપ ફરી રહ્યું છે. આ યુવાઓ અનોખું મતદાર જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. મતદાર કુટિર સુધી દરેક મતદાતા પહોંચે તે આ યુવાઓનો મુખ્ય ઉદ્દેશ છે. સાથોસાથ તેઓ ફરી ચૂંટણી લડી રહેલા સાંસદો પાસે પાંચ ટર્મમાં શુ કાર્યો કર્યા તેનો પહેલા હિસાબ માંગવાની અને યોગ્ય પ્રત્યુત્તર […]

Top Stories Trending

સુરત,

સુરત શહેરના રસ્તા પર આ રીતના સ્લોગનવાળી ટી-શર્ટધારી યુવાઓનું ગ્રુપ ફરી રહ્યું છે. આ યુવાઓ અનોખું મતદાર જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. મતદાર કુટિર સુધી દરેક મતદાતા પહોંચે તે આ યુવાઓનો મુખ્ય ઉદ્દેશ છે. સાથોસાથ તેઓ ફરી ચૂંટણી લડી રહેલા સાંસદો પાસે પાંચ ટર્મમાં શુ કાર્યો કર્યા તેનો પહેલા હિસાબ માંગવાની અને યોગ્ય પ્રત્યુત્તર મળે તો જ મત આપવાનું અને નવા ઉમેદવાર પાસે પાંચ વર્ષમાં શુ કરવાનું પ્લાનિંગ છે તેની બ્લુ પ્રિન્ટ માંગવાનું મતદારોને સલાહ આપી રહ્યા છે. જો કોઈ પણ પક્ષના ઉમેદવારના જવાબથી સંતુષ્ટ ન હો તો ‘નોટા’ નું બટન દબાવવું પણ મત જરુર નાંખવો તે શીખવી રહ્યા છે..

સુરત શહેરી વિસ્તારમાં ત્રણ લોકસભાની સીટના મતદારો સામેલ છે. સુરત લોકસભા, નવસારી લોકસભા અને બારડોલી લોકસભાનો તેમાં સમાવેશ છે. શહેરની 60 લાખની વસતીમાં ૨૫ લાખ જેટલા મતદાતાઓમાં મતદાન અંગે જાગૃતિ માટે સરકારી તંત્રો અને રાજકીય પક્ષો તો સક્રિય છે જ પરંતુ સુરતમાં 200 યુવા સામાજિક કાર્યકરોનુ એક જૂથ પણ નોખું અભિયાન ચલાવી રહ્યું છે.

આ યુવાઓ રોજ ચોક્કસ સમયે શહેરના માર્ગો તેમજ સોસાયટીમાં પહોંચી લોકોને મત આપતા પહેલા ઉમેદવારો પાસે કરેલા કાર્યોનો હિસાબ માંગવા અને પાંચ વર્ષમાં શુ કરશો તેનું પ્લાનિંગ માંગવા સમજાવી રહી છે અને યોગ્ય ઉમેદવારની પસંદગી કરવા સૂચન કરી રહી છે. અગર ઉમેદવારની વાતોથી સંતુષ્ટ ન હો છતા વોટ આપવા જવા અને ‘નોટા’ બટન દબાવવા જાગૃતિ ફેલાવાય રહી છે.

‘હું મત પણ આપીશ અને હિસાબ પણ માંગીશ’

‘પાંચ વર્ષનો લઈશુ હિસાબ, નહીતર થશે ખુરશી સાફ’ તથા ‘માત્ર ભાષણથી શાસન નથી થતુ’ વગેરે સ્લોગનવાળી ટી શર્ટ પહેરી આ યુવાઓ વિવિધ વિસ્તારમાં ફરીને મતદારોને માત્ર સભાઓમાં તાલી નહી પણ કામનો હિસાબ માંગવા અને મુદ્દા તથા પોતાના સ્થાનિક પ્રશ્નો સિવાયની વાતોમાં ન આવવા સમજાવી રહી છે. ચૂંટાયેલો નેતા એ આપણો નોકર છે અને તેની મત એ આપણો અધિકાર છે એ વાતથી લોકો પણ આ યુવાઓના આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે.