Not Set/ કોરોના કાળમાં મહારાજા જનકજીએ ભગવાન રામને આપેલો ઉપદેશ યાદ રાખો, જાણો શું કહ્યું હતું …?

બસ કોરોનાથી ડરો નહી અને આ દર્દ આવે તો તેને ભગાડવા જરી ઉપાયો કરો વેકસીન પણ લો અને સાથો સાથ કડકાઇથી નિયમોનું પાલન પણ કરો. તો કોરોનાથી ફેલાયેલો અંધકાર દુર થવાનો જ છે અને સુર્યોદય પણ આવવાનો જ છે.

Trending Dharma & Bhakti

કોરોના કાળમાં મહારાજા જનકજીએ ભગવાન રામને આપેલો ઉપદેશ યાદ રાખો અને ભગવાન કૃષ્ણે કહ્યુ તે પ્રમાણે કોરોના સામે સાવધ રહી કર્મ કરો એટલે કોરોના યુગનો અંત આવવાનો જ છે

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 
કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા દેશમાં વિક્રમ સર્જક સપાટીને વટાવી ગઇ છે. બીજો વાયરસ સૌ માટે દુ:ખદ પુરવાર થઇ રહ્યો છે. ઘણા પરિવારોનો માળો વિખનારો અને કેટલાક સ્થળે સરકારી તંત્રનો પનો ટુંકો પડે તેવો પુરવાર થઇ રહ્યો છે. આ સંજોગો વચ્ચે મનમાં નિરાશા છે. કોરોના કયારે જશે ? કયારે તેનુ જોર ઘટશે તે અંગે અવાર નવાર વિરોધાભાસી સુર વાળા અહેવાલો આવતા રહે છે. વિવિધ નિષ્ણાંતો અને પ્રચાર માઘ્યમો આવતા સુરમાં આશા કરતા નિરાશા વધારે છે. અને આ નિરાશા ભરયા અહેવાલોની લોકોના મન પર અવળી અસર થઇ રહી છે. તે વાત તો કહેવી જ પડે તેમ છે. કારણ કે માનસિક રોગોનો ઇલાજ કરતા તબીબો એટલે કે મનો ચિકિત્સકો પાસે જનારાઓની સંખ્યા વધી રહી છે. હવે માફ શું થશે ? તેવો ડર લોકોને બરાબર સતાવી રહ્યો છે. પીડી રહ્યો છે. પરેશાની કરી રહ્યો છે. આ સંજોગોમાં ઉભી થયેલી હતાશાના કારણે કોરોનાના દર્દી દ્વારા આત્મહત્યા કરવાના બનાવો પણ એક-બે સ્થળે બન્યા છે. આશા રાખીએ આવુ ન બને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ પાણીએ કહ્યુ કે કોરોના સામે તકેદારી રાખો પણ ડરો નહીં. આપણે ગુજરાતમાં પણ એક કહેવત છે કે લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે. આપણા ધર્મગ્રંથોમાં પણ આવી નિરાશા કયારેય કાયમી હોતી નથી. હતાશા હંગામી જ હોય છે.


રામાયણના ઉત્તરકાંડમાં એક પ્રસંગ છે. અયોઘ્યાની પ્રજાના એક વર્ગની ટીકાને કારણે ભગવાન રામ ભગવતી સીતાનો ત્યાગ કરે છે અથવા તો કથા પ્રમાણે ભગવતી સીતા પોતે જ રઘુકુળ અને રામની ધર્મપતાકા ફરકતી રહે તે માટે બલિદાન આપતા હોય તેમ જાતે વનવાસ સ્વીકારે છે. સીતાવનમાં જતા પહેલા પણ ભગવાન રામને પોતાના રાજધર્મની યાદ આપે છે. સીતાજી વનમાં ગયા બાદ ભગવાન રામ અત્યંત વ્યથિત થઇ જાય છે તેમના મુખવરનું હાસ્ય અદ્રશ્ય થઇ જાય છે. અયોઘ્યાના રાજા અને રાજ મહેલમાં રહેતા હોવા છતા તે વખતના ખાટલા કે હાલના પલંગને બદલે જમીન પર સુવાનુ પસંદ કરે છે. આ બધા સંજોગો વચ્ચે ભગવતી સીતાજીના પિતા જનકજીનું અયોઘ્યામાં આગમન થાય છે. રામ પહેલા તો પોતાની જાતને સીતાજી અને મહારાજા જનકના દોષિત માની ક્ષમા યાચના કરે છે. મહારાજા જનક કહે છે હું મારી પુત્રીના પત્ર અને લક્ષ્મણના અંદેશા બાદ આવ્યો છુ. તે આગળ કહે છે કે મારી પુત્રીએ વનવાસ સ્વીકારી નારી જાતીનું ગૌરવ વધાર્યુ છે. મારી પુત્રી નિસહાય નથી. તેની સાથે તેનો ધર્મ છે. ત્યારબાદ જનકજી ભગવાન રામને કહે છે કે મારી પુત્રીએ જે હેતુ માટે બલિદાન આપ્યુ છે તે વ્યર્થ ન જવા દેતા.

इस कारण राजा जनक ने अयोध्या नरेश को सीता के स्वयंवर में नही किया था  आमंत्रित - sita swayamvar story in hindi
ત્યારબાદ કથામાં એવુ કહેવાયુ છે કે પોતાના સાસુ અનેે ભગવતી સીતાના માતા મિથિલાના મહારાણી સુનયના કે જે પુત્રીના વિયોગમાં બીમાર હોય છે તેની ખબર કાઢવા મહારાજા જનકજીની સાથે જ મિથીલા જાય છે. સુનયનાજીને રામ માતા તરીકે સંબોધન કરે છે મહારાજા જનક પણ તેમને રામની વ્યથા સમજાવે છે તે વખતે મહારાણી સુનયના તો કહે છે કે હુ મારી પીડામાં તમારી પીડાને ભુલી ગઇ હતી. મારા માટે સીતા અને રામ અલગ નથી. મારા માટે રામ પણ તમે જ છો અને સીતા પણ તમે છો ત્યારબાદ લક્ષ્મણજીને પણ સલાહ આપે છે કે તમે રામની સેવા કરજો અને સાથો સાથ પોતાની ત્રણ પુત્રીઓ જોગ સંદેશો કહેવડાવે છે કે ઉર્વી, માંડવી અને શ્રુતિકીજીને કહેજો રામની સેવા કરે તે અયોઘ્યાના રાજા પણ છે અને મોટાભાઇ પણ છે. ભગવાન રામ સુનયનાજીને એમ કહે છે કે મારી માતાઓ તીર્થયાત્રાએ ગઇ છે તમે અયોઘ્યા આવો અને મને માતાનો પ્રેમ આપો ત્યારે સુનયનાજી કહે છે ચોકકસ આપીશ. લક્ષ્મણ વિશ્રામ કર્યા  બાદ વિદાય લેવા આવે છે ત્યારે સુનયનાજી મહારાજા જનકને કહે છે કે રામ-લક્ષ્મણને કુળદેવતાના દર્શન કરાવી વિદાય આપજો.

गुरु आज्ञा से इसी स्थान पर प्रभु राम ने चढ़ाई थी शिवजी के धनुष पर प्रत्यंचा  |
જનકજી બન્નેને કુળદેવતાના દર્શનાર્થે લઇ જાય છે ત્યાં મહારાજા છતા તે જમાનાના શ્રેષ્ઠ ધર્મપુષ ગણાતા મહારાજા જનક ભગવાન રામ અને લક્ષ્મણને સંબોધીને કહે છે કે કૃષ્ણપક્ષ અને શુકલ પક્ષ આવ્યા જ કરે છે રાત અને દિવસ આવ્યા કરે છે એક પક્ષની ચાંદની બાદ અજવાળુ આવે છે રાત અંધકાર પછી દિવસનુ અજવાળુ આવે છે તેથી દુ:ખ પછી સુખ આવે જ છે. એટલે હતાશ થયા વગર પોતાનુ કર્મ ચાલુ રાખે તેજ સાચો મહાપુષ છે. મહારાજા જનકે તો લાંબો ઉપદેશ આપ્યો છે પરંતુ કૃષ્ણ પક્ષ અને શુકલ પક્ષ વાળી વાતમાં ઘણુ બધુ આવી જાય છે. ભગવાન રામ અને લક્ષ્મણને સુખ અને દુ:ખનુ મહત્વ સમજાવી તેમના મનને શાંત રાખવા માટે સમજાવે છે આ એક મોટી વાત કહી શકાય તેમ છે. ભગવાન શ્રી કૃષ્ણે પણ ગીતામાં કર્મનુ મહત્વ સમજાવયુ છે. ફળની આશા રાખ્યા વગર કર્મ કર આનો અર્થ એ છે કે કર્મ સાથે કર્તવ્ય કર તો તેનુ પરિણામ ફળ તો અવશ્ય મળવાનુ જ છે. આ વાત ભુલવા જેવી નથી.

story of king dasrath - राजा दशरथ की कथा | जिंदगी का सच
રાજા જનકજીનો ભગવાન રામને ઉપદેશ અને ગીતાના કર્મયોગની વાત એટલા માટે યાદ આવે છે કે હતાશા ખંખેરવાનો સંદેશ આપે છે. અત્યારે કોરોના કાળ જે રીતે લંબાયો અને કેટલાક નિષ્ણાંતો આ કાળ લંબાવાનો સંકેત આપે છે તે જોતા દિવસોમાં લોકોમાં હતાશાની લાગણી છે તેવે સમયે મહારાજા જનકજીની શુકલ પક્ષ અને કૃષ્ણ પક્ષ અને કૃષ્ણ પક્ષ વાળી વાત ઘણુ બધુ કહી જાય છે. અંધારા પછી અજવાળુ આવે જ છે એટલે દુ:ખ પછી સુખ આવે છે કોઇપણ અંધા કાયમી હોતુ નથી. તેથી કોરોના જે રીતે આવ્યો છે તે રીતે જવાનો જ છે. ભુતકાળમાં ભારતમાં અનેક રોગો આવ્યા અને ગયા છે કોઇ અમર નથી તેમ કોરોના અમર પટ્ટો લઇને આવ્યો નથી. બીજી એક વાત એ પણ છે કે માનસિક રીતે હતાશ થનારને સામાન્ય તાવ કે ઉધરસ થનારને સામાન્ય તાવ કે ઉધરસ પણ મોટો રોગ લાગે છે. એટલે જ દેશના મોટાભાગના મનો ચિકિત્સકારો પણ કહે છે કે કોરોનાથી ડરવાની જર નથી. તેનો ડર મનમાંથી કાઢી નાખવાની જર છે. આ રોગ સામે સાધવ રહેવાનુ છે. ભારત રહી આ કોવિદ-19ને ભગાડવા માટે નિયમો બનાવ્યા છે તેનુ પાલન કરવાની જરત છે. માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝરથી હાથ ધોયા બાદ તેને સાબુથી પણ સાફ કરવાની જરત છે. પ્લેગ, સ્વાઇન ફલુ સહીત ઘણા રોગોનો આપણે સામનો કર્યો છે પહેલા કેન્સર નામથી લોકો થરથરતા હતા. આજે કેન્સરથી લોકો જરાય ડરતા નથી. અને હિંમતભેર સામનો કરે છે. બસ કોરોનાથી ડરો નહી અને આ દર્દ આવે તો તેને ભગાડવા જરી ઉપાયો કરો વેકસીન પણ લો અને સાથો સાથ કડકાઇથી નિયમોનું પાલન પણ કરો. તો કોરોનાથી ફેલાયેલો અંધકાર દુર થવાનો જ છે અને સુર્યોદય પણ આવવાનો જ છે.