આઈપીએલ 2021 નાં મુલતવી થયા પછી, પોતાના ઘરે જઇને કોરોના પીડિતો માટે મદદ કરવા ભંડોળ એકત્ર કરનાર ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ હવે કોરોનાની રસી પણ લગાવી લીધી છે. વિરાટ કોહલીનો વેક્સીન લેતો ફોટો પણ સામે આવ્યો છે. જેને લોકો ખૂબ શેર કરી રહ્યા છે.
ક્રિકેટ / પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ બન્યો એપ્રિલનો ‘Player of the Month’
કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે કહ્યું કે, તેણે કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ લીધો છે. આ સાથે વિરાટ કોહલીએ તેના ચાહકોને વિનંતી કરી છે કે જલ્દીથી આ રસી લઇ લે. કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેની રસી લેતી એક તસવીર પોસ્ટ શેર કરી છે. વિરાટ કોહલીએ એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે તમે જલદીથી રસી લઇ લો. સુરક્ષિત રહો. આ પહેલા વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ કોવિડ-19 રોગચાળાની બીજી લહેર દ્વારા સર્જાયેલા સંકટને પહોંચી વળવા લોકોને મદદ કરવા માટે ભંડોળ ઉભું કરવાની ઝુંબેશ શરૂ કરી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જોડીએ અભિયાન માટે ક્રાઉડ ફંડિગ પ્લેટફોર્મ કેટો સાથે જોડાણ કર્યું છે અને પહેલ માટે 2 કરોડનું દાન આપ્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુંનો કેપ્ટન વિરાટ કોહલી થોડા દિવસો પહેલા આઈપીએલમાં રમી રહ્યો હતો, પરંતુ બાયો બબલની અંદર આવી ગયેલા કોવિડ-19 કેસોને કારણે આઇપીએલ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવેલ છે.
India skipper Virat Kohli receives first dose of COVID-19 vaccine
Read @ANI Story | https://t.co/AvgOl0Y2f6 pic.twitter.com/012lHLGQ4e
— ANI Digital (@ani_digital) May 10, 2021
ઓલિમ્પિક પદક વિજેતા / હત્યાનાં કેસમાં પહેલવાન સુશીલ કુમારની દિલ્હી પોલીસ કરી રહી છે શોધ
આપને જણાવી દઈએ કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ક્રાઉડ ફંડિગ પ્લેટફોર્મ કેટો સાથે સંકળાયેલા છે અને તે માટે નાણાં એકત્રિત કરી રહ્યા છે. આ સંદર્ભે વિરાટ કોહલી અને અનુષ્કાએ પોતાના ટ્વિટર પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેઓ બન્ને દાન આપવાની અપીલ કરી રહ્યા છે. આ દરમિયાન વિરાટ કોહલીએ કહ્યું છે કે, તે ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ માટે નાણાં એકત્ર કરી રહ્યો છે. આ માટે બંનેએ બે કરોડ રૂપિયા દાન આપ્યા છે અને આગામી સાત દિવસમાં સાત કરોડ રૂપિયા એકત્ર કરવાનું તેમનું લક્ષ્ય છે. આ દરમિયાન જે પણ રકમ એકત્રિત કરવામાં આવશે, તે તુરંત જ એસીટી ગ્રાન્ડ્સને આપવામાં આવશે, જે ઓક્સિજન અને અન્ય સુવિધાઓ પ્રદાન કરવા માટે કાર્યરત છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે કે દેશ આ સમયે ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આ બધું જોઇને તેઓ દુઃખી થાય છે અને આ સંકટને પહોંચી વળવા માટે તમામ પ્રયત્નો પણ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આજની તારીખમાં આપણો દેશ ભારત આપણી પાસે કઇક વધારે ઇચ્છે છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિએ ભેગા થઈ પીડિતોને મદદ કરવા માટે આગળ આવવાની જરૂર છે. તેમણે આશા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં જ આપણે આ રોગચાળાને હરાવીને આગળ વધીશું, પરંતુ આજે આપણે કંઇક કરવાની જરૂર છે.

