Ahmedabad News/ હવે ટ્રાફિકની ફરિયાદ ક્યાં કરશો? અમદાવાદ ટ્રાફિક પોલીસનું X (ટ્વિટર) એકાઉન્ટ સસ્પેન્ડ

Ahmedabad ટ્રાફિક પોલીસનું સત્તાવાર X એકાઉન્ટ (@PoliceAhmedabad) T20 વર્લ્ડ કપની એક પોસ્ટ પર અસામાન્ય કોમેન્ટ્સ આવતા સસ્પેન્ડ કરાયું. જાણો ક્યારે થશે શરૂ.

Gujarat Top Stories Ahmedabad
Ahmedabad Traffic Police X Account Suspende

Ahmedabad Traffic Police X Account Suspende: દિન-પ્રતિદિન વધતા ટ્રાફિક વચ્ચે અમદાવાદીઓ માટે ટ્રાફિક પોલીસનો સંપર્ક કરવાનું સૌથી સરળ માધ્યમ એટલે તેમનું સોશિયલ મીડિયા X (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ. પરંતુ, હાલમાં જ @PoliceAhmedabad નામનું આ સત્તાવાર X એકાઉન્ટ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. કોઈ અજાણ્યા કારણોસર પ્લેટફોર્મના નિયમોનો ભંગ થતાં કંપનીએ આ કડક પગલું ભર્યું છે, જેના કારણે નાગરિકો હાલ ટ્રાફિક પોલીસને ઓનલાઈન ફરિયાદ કે ટેગ કરી શકતા નથી.

Ahmedabad: શા માટે સસ્પેન્ડ થયું ટ્રાફિક પોલીસનું એકાઉન્ટ?

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ સમગ્ર વિવાદનું મૂળ એક ક્રિકેટ પોસ્ટ છે. T20 વર્લ્ડ કપ ફાઇનલ મેચના દિવસે આ એકાઉન્ટ પરથી એક પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટ પર અચાનક જ મોટા પ્રમાણમાં રિપોસ્ટ (Retweets) અને કોમેન્ટ્સનો મારો શરૂ થઈ ગયો હતો. X ના અલ્ગોરિધમ અને નીતિ-નિયમો મુજબ, જ્યારે કોઈ પોસ્ટ પર અસામાન્ય એક્ટિવિટી જોવા મળે છે, ત્યારે સુરક્ષાના ભાગરૂપે એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવે છે.

દિલ્હી પોલીસની પોસ્ટ અને કોમ્પ્રોમાઇઝની આશંકા

સૂત્રોએ વધુમાં એક ચોંકાવનારી વિગત આપતા જણાવ્યું હતું કે, ટી-20 વર્લ્ડ કપ ફાઈનલના દિવસે જ દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલી કોઈ પોસ્ટના સંદર્ભમાં અમદાવાદ પોલીસનું આ એકાઉન્ટ કોમ્પ્રોમાઇઝ થયું હોવાની (હેક અથવા શંકાસ્પદ ગતિવિધિ) આશંકા ઉભી થઈ હતી. આ કારણોસર X (Twitter) દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લઈ એકાઉન્ટને લોક/સસ્પેન્ડ કરી દેવાયું છે.

એકાઉન્ટ ફરી ક્યારે ચાલુ થશે?

આ મામલે ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી ગઈ છે. એકાઉન્ટ સસ્પેન્ડ થતાં જ ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક ધોરણે X કંપનીની ટેકનિકલ ટીમને ઈમેલ કરીને સમગ્ર ઘટના અંગે સ્પષ્ટતા કરી છે. ટેકનિકલ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, ગુરૂવાર સાંજ સુધીમાં આ એકાઉન્ટ ફરીથી કાર્યરત થઈ જાય તેવી પ્રબળ શક્યતાઓ છે. જોકે, આ મામલે ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓનો સત્તાવાર સંપર્ક થઈ શક્યો ન હતો.

અમદાવાદીઓ માટે આ એકાઉન્ટ ખૂબ જ ઉપયોગી હતું, કારણ કે રસ્તા પરના ટ્રાફિક જામની અપડેટથી લઈને ઈ-મેમો અને વાહનચાલકોની ફરિયાદોનું નિવારણ આ પ્લેટફોર્મ મારફતે ઝડપથી થતું હતું.


આ પણ વાંચો: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 11 મે રમાશે મુંબઈ-પંજાબ વચ્ચે IPL

આ પણ વાંચો: બોલ બચ્ચનોની ધમકી, અમે મોદી સ્ટેડિયમ ઉડાવીશું : પાકિસ્તાનના નામથી GCAને ઈ-મેઇલ મળ્યો

આ પણ વાંચો: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં આ 2 તારીખે યોજાશે IPL મેચ, મેટ્રો ટ્રેનના સમયમાં મોટા ફેરફાર