Not Set/ ભાવુક ધોનીનાં આ ફોટાને સેમીફાઈનલની હાર સમયનો બતાવવામાં આવી રહ્યો છે, જાણો શું છે સચ્ચાઈ

પ્રથમ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર મળ્યા બાદ વિશ્વકપ 2019 જીતવાની ટીમ ઈંન્ડિયાની આશા પર પાણી ફરી વળ્યુ છે. આ મેચમાં ટીમ ઈંન્ડિયાનાં ટોપ ત્રણ બેટ્સમેન પૂરી રીતે ફેઇલ રહ્યા હતા. એક સમયે ઘૂંટણે બેસી ગયેલી બેટિંગને જાડેજા અને ધોનીની ભાગીદારીએ ફરી જીવંત કરી હતી. જો કે આ ભાગીદારી ટીમને જીત ન અપાવી શકી. સેમીફાઈનલમાં મળેલી […]

Top Stories Sports

પ્રથમ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર મળ્યા બાદ વિશ્વકપ 2019 જીતવાની ટીમ ઈંન્ડિયાની આશા પર પાણી ફરી વળ્યુ છે. આ મેચમાં ટીમ ઈંન્ડિયાનાં ટોપ ત્રણ બેટ્સમેન પૂરી રીતે ફેઇલ રહ્યા હતા. એક સમયે ઘૂંટણે બેસી ગયેલી બેટિંગને જાડેજા અને ધોનીની ભાગીદારીએ ફરી જીવંત કરી હતી. જો કે આ ભાગીદારી ટીમને જીત ન અપાવી શકી. સેમીફાઈનલમાં મળેલી હાર બાદ મહેન્દ્ર સિંહ ધોનીનો એક ફોટો ઘણો વાયરલ થયો છે, જેમા તે ભાવુક અંદાજમાં દેખાઇ રહ્યો છે. આ ફોટોમાં તેની આંખમાં આસુ નિકળી રહ્યા હોય તે પણ જોવા મળી રહ્યુ છે. આ ફોટોને સોશિયયલ મીડિયામાં સેમીફાઈનલમાં મળેલી હાર બાદનો ગણાવવામાં આવી રહ્યો છે. જો કે આપને જણાવી દઇએ કે, આ ફોટો સેમીફાઈનલનો નથી.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

વિશ્વકપ સેમીફાઈનલમાં જાડેજા અને ધોનીનાં આઉટ થયા બાદ ટીમ ઈંન્ડિયાની અંતિમ આશા પર પાણી ભરી વળ્યુ હતુ અને ટીમ ઈંન્ડિયા માટે વિશ્વકપને જીતવાની તકનો અંત આવ્યો હતો. આ મેચમાં ભારતને હાર મળ્યા બાદ પણ ક્રિકેટ ફેન તેને ક્રિકેટની જીત બતાવી રહ્યા છે. જ્યા જાડેજા અને ધોનીએ ટીમને એક એવી સ્થિતિ સુધી પહોચાડી દીધી હતી જ્યાથી મેચ ન્યૂઝીલેન્ડ હારી જશે તેની સંભાવનાઓ વધી ગઇ હતી. પરંતુ પહેલા જાડેજા અને બાદમાં ધોનીનાં આઉટ થયા બાદ ન્યૂઝીલેન્ડે મેચમાં વિજય મેળવ્યો. જો કે આ હાર બાદ સોશિયલ મીડિયામાં ધોનીનાં એક ફોટોને લઇને ચર્ચાઓ તેજ બની છે. જેને સેમીફાઈનલનો બતાવવામાં આવી રહ્યો છે. જે અસલમાં વિશ્વકપ 2019ની સેમીફાઈનલ મેચનો નથી. ફોટોમાં સ્પષ્ટ દેખાય છે કે ધોનીની આંખમાં આસુ છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

ઘણા ઓછા લોકો જાણતા હશે કે મહેન્દ્ર સિંહ ધોનીનો આ ફોટો ટીમ ઈંન્ડિયાનાં વેસ્ટ ઈઁન્ડિઝ સફરનો છે. આ સફરમાં એંટીગુઆમાં રમાઇ ગયેલી મેચમાં વેસ્ટ ઈંન્ડિઝે ટીમ ઈંન્ડિયાને 189 રનોનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ ટીમ ઈંન્ડિયા વેસ્ટ ઈંન્ડિઝનાં બોલરોની સામે ઘૂંટણે બેસી ગઇ અને પૂરી ટીમ 49.4 ઓવરમાં 178 રનો પર સમેટાઇ ગઇ હતી. હાર બાદ ટીમ ઈંન્ડિયાનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ માયૂસ નજર આવ્યા હતા. હાર બાદ ધોનીની આંખોમાં આસુ આવી ગયા હતા. મહેન્દ્ર સિંહ ધોનીએ આ મેચમાં 114 બોલમાં માત્ર 54 રન બનાવ્યા હતા અને અંતે 49ની ઓવરનાં અંતિમ બોલમાં આઉટ થઇ ગયો હતો.

આ મહેન્દ્ર સિંહ ધોનીની સૌથી ધીમી અર્ધસદી હતી. જેના કારણે મહેન્દ્ર સિંહ ધોનીની ઘણી આલોચના થઇ હતી. તેટલુ જ નહી ધોનીને પણ લાગ્યુ હતુ કે તેની ધીમી બેટિંગનાં કારણે ટીમની હાર થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન