Not Set/ અમદાવાદ: બાળકોને ભીખ મંગાવવાના રેકેટનો પર્દાફાશ,17 બાળકોને રેસ્ક્યુ કરાવ્યા

અમદાવાદ, અમદાવાદ શહેરમાં બાળકો પાસે ભીખ મંગાવવાના રેકેટનો ચોંકાવનારો ખુલાસો થયો છે. શહેરમાં બાળકો પાસે ભીખ મંગાવતી અને ચોરી કરાવતી મહિલા સહિત 2 લોકોની મહિલા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આનંદી સલાટ નામની મહિલા બાળકો પાસે ભીખ અને ચોરી કરાવતી હોવાની માહિતી બહાર આવી છે.પોલીસના હાથે પકડાયેલી આ મહિલા કહે છે કે આ બાળકો તેના સગા […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદ શહેરમાં બાળકો પાસે ભીખ મંગાવવાના રેકેટનો ચોંકાવનારો ખુલાસો થયો છે. શહેરમાં બાળકો પાસે ભીખ મંગાવતી અને ચોરી કરાવતી મહિલા સહિત 2 લોકોની મહિલા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

આનંદી સલાટ નામની મહિલા બાળકો પાસે ભીખ અને ચોરી કરાવતી હોવાની માહિતી બહાર આવી છે.પોલીસના હાથે પકડાયેલી આ મહિલા કહે છે કે આ બાળકો તેના સગા સંબંધીઓના છે.

પોલીસે અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડી 17 બાળકોને રેસ્કયુ કરાવ્યા હતા.
આ બાળકો પાસે ભીખ મંગાવવામાં આવતી હતી.રેસ્ક્યુ કરાયેલા બાળકોની ઉંમર 8થી લઈને 20 વર્ષ સુધીની છે.

હાલ બાળકોને અલગ અલગ સંસ્થાઓમાં મોકલી આપવામાં આવ્યા છે જ્યારે મહિલા આરોપી અને તેના સાગરીતની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ચાર-પાંચ લોકોની ગેંગ આ રેકેટ ચલાવતી હોવાનું પોલીસ માની રહી છે.

આરોપી મહિલાની ચુંગાલમાંથી છોડવાયેલી એક બાળકીએ જણાવ્યું હતું કે તેની પાસે કામ અને ભીખ મંગાવતા હતા. જો તે કામ ન કરે તો તેને મારતા હતા અને આંખમાં મરચું પણ નાખતા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.