રાજ્ય સરકાર દ્વારા ૧૪ હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. જેમાં બાણું લાખ વિજ વીજ ધારકો માટે 100 યુનિટ સુધીનું વીજબિલ માફ કરી દેવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઇને અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા આ માત્ર જાહેરાત છે.
જેનાથી આમ જનતાનો કોઇ પણ પ્રકારનો લાભ મળવાનું નથી અને આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા ટોરેન્ટ પાવરને ત્રણ મહિનાનું બિલ માફ કરવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે. કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ દ્વારા ત્રણ મહિનાનું બિલ માફ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર અને ટોરેન્ટ દ્વારા જો આ બિલ માફ નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે. લોક ડાઉનલોડ ત્રણ મહિના દરમિયાન જે પ્રમાણે લોકોને આર્થિક પાયમાલીનો અનુભવ કરવો પડયો છે તેને લઈને રાજ્ય સરકાર દ્વારા આ બિલ માફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.
