ગાંધીનગર,
સાબરકાંઠાના ઢુંઢર ગામે બનેલી ઘટના બાદ પરપ્રાંતીયો પર થતા હુમલાના કારણે પરપ્રાંતિયો માટી સંખ્યામાં ગુજરાતમાંથી હિજરત કરી રહી રહ્યા છે ત્યારે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમને પરપ્રાંતિયોની હિજરત પર ચિંતા વ્યકત કરી હતી.
પ્રદિપસિંહે જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર આવા પ્રકારના કૃત્યોને ચલાવી લેશે નહીં અને આવા કૃત્ય કરનારને કડકમાં કડક સજા અપાવવા માટે કટિબદ્ધ છે. આ સાથે ગૃહમંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતુ કે સત્તા વિમુખો જાતિવાદનું ઝેર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
