હત્યા/ સુરતમાં ફરી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ખળભળાટ

સુરત શહેરમાં હત્યા અને અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સુરતનાં પાંડેસરામાં હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

Gujarat Surat
મૃતદેહ
  • સુરતમાં હત્યા અને અસામાજિક તત્વોનો આતંક
  • પાંડેસરામાં હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો
  • શ્રીરામનગર પાસે રૂમમાંથી મળી આવ્યો મૃતદેહ
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

સુરત શહેરમાં હત્યા અને અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સુરતનાં પાંડેસરામાં હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.શ્રીરામનગર પાસે રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.સમગ્ર ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.મહત્વનું છે કે સુરતમાં ક્રાઇમરેટમાં વધારો થવા પામ્યો છે ત્યારે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં ફરીથી કોરોનાનો કહેર, લગ્ન પ્રસંગમાં આવેલા 11 લોકોને થયો કોરોના

આ પહેલા કામરેજના વલણ ગામ નજીકથી કારખાનેદારની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. સુરતના અલથાણ રેવન્યુ ખાતે રહેતા હિરેન રાણપરિયા નામના વેપારીની લાશ મળી આવી હતી. વલણ ગામથી અલુરા ગામ જતા માર્ગ પરથી લાશ મળી આવી હતી. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. થોડે દૂરથી ખુલ્લા દરવાજા સાથે એક કાર પણ મળી આવી હતી. મૃતક કામરેજના પરબ ગામે લેસપટ્ટીનું કારખાનું ધરાવે હતી. ખીસ્સામાંથી મળેલા ઓળખપત્ર થી ઓળખ થઈ હતી. કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો:અસલીના બદલે નકલી સોનાનો વેપલો ચલાવતી ગેંગ પકડાઈ

આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનાં પ્રમાણમાં આંશિક ઘટાડો, નલિયા બન્યું સૌથી ઠંડુગાર

આ પણ વાંચો: જેતપુર નજીક ટેમ્પો રીક્ષા અને કાર વચ્ચે થઈ ટક્કર, એક મહિલાનું મોત, ચાર લોકો ઘાયલ

આ પણ વાંચો:તરછોડાયેલા નવજાત શિશુ માટે કે.ટી.ચિલ્ડ્રન હોસ્પીટલમાં અનામી પારણું તૈયાર કરાયું