PNB Fraud Case/ CBIએ PNB કૌભાંડમાં આરોપી અને નીરવ મોદીના સાથી સુભાષને વિદેશમાંથી પકડી ભારત લાવી

કેન્દ્રીય એજન્સી ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીના નજીકના સાથી સુભાષ શંકરને કેરોથી ભારત પરત લાવવામાં સફળ રહી છે.

Top Stories India

બેંક ફ્રોડ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને મોટી સફળતા મળી છે. એક મોટું ઓપરેશન ચલાવીને, કેન્દ્રીય એજન્સી ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીના નજીકના સાથી સુભાષ શંકરને કેરોથી ભારત પરત લાવવામાં સફળ રહી છે. સીબીઆઈ તેને દેશમાં પરત લાવવા માટે લાંબા સમયથી કામ કરી રહી હતી. ઉલ્લેખનીય છે  કે તે બેંક ફ્રોડ કેસના આરોપીઓમાંનો એક છે.

બેંક સાથે છેતરપિંડી અને કૌભાંડ દરમિયાન સુભાષ શંકર નીરવ મોદીની કંપનીમાં ડીજીએમ (ફાઇનાન્સ) તરીકે તૈનાત હતા. 2018 માં, ઇન્ટરપોલે PNB કૌભાંડની તપાસ CBIની વિનંતી પર નીરવ મોદી, તેના ભાઈ નિશાલ મોદી અને તેના કર્મચારી સુભાષ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી હતી.

PNB બેંક કૌભાંડના આરોપી નીરવ મોદીના નજીકના સાથી સુભાષ શંકર પરબને CBI દ્વારા કૈરોથી મુંબઈ લાવવામાં આવ્યો છે. તેમને વિશેષ વિમાન દ્વારા લાવવામાં આવ્યા છે. તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. સુભાષ શંકર 13 હજાર કરોડથી વધુના પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં પણ આરોપી છે.

સીબીઆઈએ નીરવ મોદી પર પુરાવા સાથે ચેડા કરવાનો અને સાક્ષીઓને પ્રભાવિત કરવાનો આરોપ લગાવ્યો હતો. તેના પર તેના કેટલાક કર્મચારીઓનું બળજબરીથી અપહરણ કરીને કૈરો લઈ જવાનો પણ આરોપ હતો. આપને જણાવી દઈએ કે સીબીઆઈ સુભાષ શંકરની સાથે નીરવ મોદી, નિશાલ મોદી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે.