ભારતીય ક્રિકેટ ટીમ નામીબિયા વિરુદ્ધ જીતીને T20 વર્લ્ડકપની ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે, કારણ કે તે સેમીફાઈનલમાં પણ પહોંચી શકી નથી. ભારતે 5 મેચમાં 3 મેચ ચોક્કસપણે જીતી હતી, પરંતુ ઓછા રન રેટને કારણે તે સેમિફાઈનલમાં ન પહોંચી શકી અને આઉટ થઈ ગઇ હતી.

આ પણ વાંચો – Cricket / IPL માં કરેલા સારા પ્રદર્શનનો મળ્યો આ ખેલાડીને લાભ, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કરશે ડેબ્યૂ
બીજી તરફ નામીબિયા વિરુદ્ધ રમાયેલી મેચમાં કેપ્ટન વિરાટ કોહલીને લઈને ઘણી ચર્ચા થઈ હતી, જેના કારણે તેણે કેપ્ટન તરીકે અંતિમ T20 મેચ રમી હતી. મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલીએ એક મોટું નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, તેણે હવે કમાન્ડ કેમ ન લેવાનું નક્કી કર્યું છે. વિરાટ કોહલીએ કહ્યું કે, ભારતીય ટીમની કેપ્ટનશિપ કરવી એ ગર્વની વાત છે અને તેને લાગ્યું કે તેના વર્કલોડને મેનેજ કરવાનો આ યોગ્ય સમય છે. તેણે વધુમાં કહ્યું કે, મારી આક્રમકતા ક્યારેય બદલાવાની નથી. જે દિવસે આવું થશે, હું ક્રિકેટ રમવાનું બંધ કરી દઈશ. કેપ્ટન બનતા પહેલા પણ મને હંમેશા કોઈને કોઈ રીતે યોગદાન આપવાનું પસંદ છે. હું હંમેશા મારુ 120 ટકા આપવાનો પ્રયત્ન કરું છું. ભારતની કેપ્ટનશિપ કરવી એ ગર્વની વાત છે. મને લાગ્યું કે મારા વર્કલોડને મેનેજ કરવાનો આ યોગ્ય સમય છે. કેપ્ટનશિપ સારી જવાબદારી હતી. વિરાટ કોહલી હવે T20 ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન નથી. તેની જગ્યાએ રોહિત શર્માને આ જવાબદારી સોંપવામાં આવી છે. કોહલીએ ICC T20 વર્લ્ડકપ-2021 પહેલા જ કહી દીધું હતું કે, તે રમતનાં આ સૌથી ટૂંકા ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે નહીં. જોકે, વિરાટ કોહલી કેપ્ટન તરીકે સારી વિદાય લઇ શક્યો ન હતો. ટીમ T20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં પહોંચી શકી નથી. વિરાટ કોહલીનો કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય ઘણા લોકોને પસંદ નથી આવ્યો અને હજુ પણ ઘણા લોકો તેના પર સવાલ ઉઠાવી રહ્યા છે. પાકિસ્તાનનાં ભૂતપૂર્વ લેગ સ્પિનર મુશ્તાક અહેમદે તો ત્યાં સુધી કહ્યું કે કોહલીનો કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય દર્શાવે છે કે ટીમ ઈન્ડિયામાં કંઈક બરાબર નથી. મુશ્તાકે કોહલીની નિવૃત્તિ વિશે પણ વાત કરી છે.

આ પણ વાંચો – Cricket / પાકિસ્તાન માટે આવ્યા ખુશીનાં સમાચાર, 2022 માં ઈંગ્લેન્ડની ટીમ કરશે પ્રવાસ
મુશ્તાકે પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝ પર કહ્યું, “જ્યારે કોઈ સફળ કેપ્ટન કહે છે કે તે કેપ્ટનશિપ છોડવા માંગે છે તો તેનો અર્થ એ છે કે ડ્રેસિંગ રૂમમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. મને અત્યારે ટીમ ઈન્ડિયામાં બે જૂથ દેખાય છે. આ મુંબઈ અને દિલ્હી છે. મને લાગે છે કે કોહલી ટૂંક સમયમાં T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લેશે. જો કે તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવાનું ચાલુ રાખશે. આપને જણાવી દઈએ કે, સોમવારે રમાયેલી મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા નામીબિયાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા હતા, જ્યારે ભારતે આ સરળ લક્ષ્યાંક 15.2 ઓવર રમીને 1 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
