Rajkot/ રાજકોટ સેન્ટ્રલ જેલના કેદીઓ બનશે RJ, જેલમાં પણ ગૂંજશે FM રેડિયો

જેલ સુપ્રીટેન્ડન્ટ બન્નો જોશી જણાવે છે કે, ‘જેલમાં સાઉન્ડ પ્રૂફ્ કેબીન સાથે પ્રિઝન રેડિયો સ્ટેશન શરૂ કરાશે. જે અંતર્ગત પ્રાથમિક તબક્કામાં શહેરના અલગ – અલગ FMમાં રેડિયો જોકી છે તે પાંચ કેદી અને ત્રણ જેલ કર્મીને તાલીમ અપાશે. ત્યાર બાદ જેલના તમામ 1677 કેદીઓને RJની ટ્રેનીંગ અપાશે.

Gujarat Rajkot
a 450 રાજકોટ સેન્ટ્રલ જેલના કેદીઓ બનશે RJ, જેલમાં પણ ગૂંજશે FM રેડિયો

ગુજરાતના અમદાવાદ બાદ હવે રાજકોટની મધ્યસ્થ જેલમાં પણ FM રેડિયો સ્ટેશન શરુ થવા જઈ રહ્યું છે. આવતી કાળથી એટલે કે, 31મી ડીસેમ્બરથી FM રેડિયો સ્ટેશન શરુ થવા જઈ રહ્યું છે. જેથી કેદીઓમાં રહેલી સ્કીલ્સ બહાર આવશે અને તે તમામ રેડિયો જોકી બની શકશે. રાજકોટ જેલના કેદીઓ માટે દરેક બેરેકમાં સ્પીકર સિસ્ટમ લગાવવામાં આવી છે. રાજ્યના જેલ DG કેએલ રાવે FM રેડિયો સિસ્ટમનું લોકાર્પણ કર્યું છે.

આ બાબતે રાજકોટ જેલ સુપ્રીટેન્ડન્ટ બન્નો જોશી જણાવે છે કે, ‘જેલમાં સાઉન્ડ પ્રૂફ્ કેબીન સાથે પ્રિઝન રેડિયો સ્ટેશન શરૂ કરાશે. જે અંતર્ગત પ્રાથમિક તબક્કામાં શહેરના અલગ – અલગ FMમાં રેડિયો જોકી છે તે પાંચ કેદી અને ત્રણ જેલ કર્મીને તાલીમ અપાશે. ત્યાર બાદ જેલના તમામ 1677 કેદીઓને RJની ટ્રેનીંગ અપાશે.

કાર્યક્રમોમાં વચ્ચે વચ્ચે જેલ સંબંધી માહિતી પ્રસ્તુત કરાશેકેદીઓ ગીતોની પ્રસ્તુતિ પૂર્વે વિવરણ કરશે. કાર્યક્રમોમાં વચ્ચે વચ્ચે જેલ સંબંધી માહિતી અને તેમના જેલ જીવનની રસસભર વાત પ્રસ્તુત કરશે.

એનાઉન્સમેન્ટ સિસ્ટમથી મહત્વની જાહેરાત જેલ સત્તાવાળાઓ કેદીઓ સુધી પહોંચતી કરશે. અમદાવાદ જેલમાં ગયા મહિને આ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. ત્યારબાદ રાજકોટમાં આ સુવિધા 31મી ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. હાલ આ કાર્યક્રમ જેલ પુરતો રાખવામાં આવશેબન્નો જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, બરોડા, સુરત જેલમાં પણ નજીકના દિવસોમાં જ FM ગુંજતુ થઈ જશે. કેદીઓના મનોરંજન માટે આ મહત્વનો નિર્ણય છે. આ કાર્યક્રમ હાલમાં જેલ પુરતો સિમિત રહેશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મધ્યસ્થ જેલમાં આવી સુવિધા થોડા દિવસો પહેલા જ શરૂ કરવામાં આવી છે. હવે રાજકોટમાં આ વ્યવસ્થા 31 ડિસેમ્બરથી શરૂ થશે. જે બાદ આગામી દિવસોમાં વડોદરા અને રાજકોટ જેલમાં પણ FM રેડિયો ગૂંજશે.

કેદીઓના મનોરંજન માટે આ એક મહત્વનો નિર્ણય છે. SP જોશીના જણાવ્યા મુજબ, હાલમાં આ કાર્યક્રમ જેલ પૂરતો જ મર્યાદિત રહેશે. ભવિષ્યમાં સામાન્ય શ્રોતાઓ માટે પણ કાર્યક્રમ પ્રસારિત કરવાની યોજના છે. હાલમાં લોકલ FM જ વાગશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…