Loksabha Election 2024/ કોંગ્રેસ નેતા સામ પિત્રોડાના સંપત્તિ મામલે ‘વિરાસત ટેક્સ’ નિવેદન પર થયો વિવાદ, અમેરિકાનું આપ્યું ઉદાહરણ

કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનું સંપત્તિ મામલે ‘વિરાસત ટેક્સ’ પર વિવાદ જોવા મળ્યો છે. સામ પિત્રોડાએ અમેરિકાનું ઉદાહરણ આપતા કહ્યું કે સંપત્તિનો અડધો હિસ્સો મૃત્યુ બાદ સરકારને આપવો જોઈએ.

Top Stories India
Beginners guide to 2024 04 24T115555.452 કોંગ્રેસ નેતા સામ પિત્રોડાના સંપત્તિ મામલે 'વિરાસત ટેક્સ' નિવેદન પર થયો વિવાદ, અમેરિકાનું આપ્યું ઉદાહરણ

કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનું સંપત્તિ મામલે ‘વિરાસત ટેક્સ’ પર વિવાદ જોવા મળ્યો છે. સામ પિત્રોડાએ અમેરિકાનું ઉદાહરણ આપતા કહ્યું કે સંપત્તિનો અડધો હિસ્સો મૃત્યુ બાદ સરકારને આપવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે કોઇ એટલુ ધનાઢય ન હોવું જોઇએ કે તે સરકાર ચલાવે. જે લોકો પાસે વધુ સંપત્તિ હોય તેમણે મૃત્યુ બાદ અડધી સંપતિ જનતા અને અડધી સરકારને આપવી જોઈએ. સામ પિત્રોડાએ એમ પણ કહ્યું કે અમે ‘વિરાસત ટેક્સ’ કાયદાને સમર્થન આપીશું. અમારી સરકાર આવે તો ભવિષ્યમાં અમે એવી પોલીસી લાવવા પ્રયાસ કરીશું. અમેરિકામાં જે પણ વ્યક્તિ મૃત્યુ પામે છે તે તેની સંપત્તિનો 45 ટકા જ તેના બાળકોને આપી શકે છે. તેની સંપત્તિનો બાકીનો 55 ટકા સરકારને આપવામાં આવે છે. જે સરકાર દ્વારા ગરીબોમાં વહેંચવામાં આવે છે.

સામ પિત્રોડાના નિવેદન પર બબાલ થતા કોંગ્રેસ નેતા જયરામ રમેશ તેમના બચાવમાં આવ્યા છે. જયરામ રમેશ ટ્વીટ કરી જણાવ્યું કે પીએમ મોદી અને અન્ય ભાજપના નેતાઓ પિત્રાડોના નિવેદનને ખોટી રીતે લઈ રહ્યા છે.

સામ પિત્રોડાનું સંપત્તિ મામલે ‘વિરાસત ટેક્સ’ પર વિવાદ વડાપ્રધાન નરેન્દ્રમોદીના મંગળસૂત્ર પણ બચવા દેશે નહી તેના બાદ આવ્યો. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યા બાદ તેમના મેનિફેસ્ટો પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું હતું કે તે તમારું મંગળસૂત્ર પણ બચવા દેશે નહી. તેમના આ નિવેદન બાદ પ્રિયંકા ગાંધી અને સામ પિત્રોડા સહિતના નેતાઓ પીએમ મોદી અને ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેમની માતાનું મંગળસૂત્ર દેશ માટે બલિદાન થયું. જ્યારે સામ પિત્રોડાએ મંગળસૂત્રના નિવેદન પર પ્રતિક્રિયા આપતા અમેરિકાના ‘વિરાસત ટેક્સ’ની વાત કરી. તેમણે કહ્યું કે અમેરિકામાં ‘વિરાસત ટેક્સ’ના લીધે ગરીબીનું પ્રમાણ ઓછું છે અને કોઈ એક જ વ્યક્તિ વધુ પડતી ધનાઢ્ય નથી.

અમેરિકામાં ‘વિરાસત ટેક્સ’ એક રસપ્રદ કાયદો છે. અમેરિકામાં કોઈ વ્યક્તિ અબજોપતિ છે અને તેની પેઢીમાં અઢળક સંપત્તિ હોય અને જયારે તે મૃત્યુ પામે છે ત્યારે 45 ટકા તેના બાળકોને મળે છે અને 55 ટકા સરકારને મળે છે. આ રસપ્રદ કાયદો મને વધુ યોગ્ય લાગે છે. કારણ કે ધનાઢ્ય વ્યક્તિની આખી નહીં પરંતુ અડધી જનતાને આપી દેવાથી ઘણા લોકોની આર્થિક સમસ્યાઓ હલ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર

આ પણ વાંચો:પાટણમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા, મહિલાને બચાવાઈ

આ પણ વાંચો:કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ