Political/ ચૂંટણી પહેલા છત્તીસગઢમાં કોંગ્રેસનો મોટો દાવ, ટીએસ સિંહદેવને ડેપ્યુટી CM બનાવ્યા

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટીએસ સિંહ દેવને છત્તીસગઢના ઉપમુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

Top Stories India
6 1 7 ચૂંટણી પહેલા છત્તીસગઢમાં કોંગ્રેસનો મોટો દાવ, ટીએસ સિંહદેવને ડેપ્યુટી CM બનાવ્યા

છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે મોટો દાવ લગાવ્યો છે. ટીએસ સિંહદેવને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટીએસ સિંહ દેવને છત્તીસગઢના ઉપમુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

તેમણે કહ્યું કે ટીએસ સિંહદેવ કોંગ્રેસના વફાદાર નેતા અને કાર્યદક્ષ પ્રશાસક છે. નાયબ મુખ્યમંત્રી તરીકે તેમની સેવાઓનો રાજ્યને ઘણો લાભ મળશે. અમને ખાતરી છે કે છત્તીસગઢના લોકો ખડગે જી અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસને પ્રચંડ બહુમતી સાથે ફરીથી ચૂંટશે.

 

6 1 8 ચૂંટણી પહેલા છત્તીસગઢમાં કોંગ્રેસનો મોટો દાવ, ટીએસ સિંહદેવને ડેપ્યુટી CM બનાવ્યા