ગાંધીનગર/ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના 15 જાન્યુઆરી સુધીના તમામ કાર્યક્રમ રદ્ કર્યા

કોરોના સામે રોગ પ્રતિકારક શકિત વધારવા આગામી સોમવાર 10 જાન્યુઆરીથી મહાનગરો અને જિલ્લાઓ માં આયુષ દ્વારા દરરોજ 2 હજાર કિલો ઉકાળા પાવડર પહોંચાડવાનું આયોજન થઈ ગયું છે

Top Stories Gujarat
Untitled 26 2 મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના 15 જાન્યુઆરી સુધીના તમામ કાર્યક્રમ રદ્ કર્યા

હાલ રાજયમાં  દિવસે  ને દિવસે  કેસો વધતાં  જોવા  મળી રહ્યા  છે . જે   અંતર્ગત   જ   વાઈબ્રન્ટ સમિટ પણ રદ કરવામાં  આવ્યા  તેમજ  અનેક    સરકારી કાર્યકર્મો રદ કરવામાં  આવ્યા  છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15 જાન્યુઆરી સુધીના પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. સરકાર સાંજના 7 વાગ્યા સુધીમાં કોરોનાની નવી ગાઇડલાઈન જાહેર કરે એવી શક્યતા છે. તેમજ મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથેની બેઠક યોજાઈ હતી.

જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર ઓ અને ખેડા, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ તથા કચ્છના જિલ્લા કલેક્ટર ઓ, જિલ્લા વિકાસ અધિકારી ઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીઓએ મુખ્યમંત્રી ને પોતાના વિસ્તારોમાં વેક્સિનેશન ડ્રાઇવ, ટ્રેસીંગ-ટ્રેકીંગ અને જરૂરતમંદ કેસોમાં આઇસોલેશન તથા હોસ્પિટલોમાં દવાઓ, ઓક્સિજન બેડ વિગેરેની સંપૂર્ણ વિગતો આપી હતી.

આ  પણ વાંચો:ઉત્તરાખંડ ચૂંટણી 2022 / આ રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ફોર્મ હવે મળશે મફત, ગરીબ બાળકોને 50 હજાર આપવામાં આવશે

કોરોના સામે રોગ પ્રતિકારક શકિત વધારવા આગામી સોમવાર 10 જાન્યુઆરીથી મહાનગરો અને જિલ્લાઓ માં આયુષ દ્વારા દરરોજ 2 હજાર કિલો ઉકાળા પાવડર પહોંચાડવાનું આયોજન થઈ ગયું છે તેનો પણ. લાભ વધુ ને વધુ લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થાઓ કરવા પણ આ વીડિયો કોન્ફરન્સ બેઠકમાં સૂચના આપવામાં આવી હતી.

અધિકારીઓની સૂચના પ્રમાણે વર્ગ 3 અને તેની નીચેના વર્ગના કર્મચારીઓ માટે આ નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. તો કોરોના સામે વેક્સિનના બે ડોઝ ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. વેક્સિનના બે ડોઝ લેનાર જ ઓફિસ જઈ શકશે. અધિકારીઓની સૂચના અનુસાર કામગીરી કરવા જણાવાયું છે.

આ પણ વાંચો:જરાત / સૌરાષ્ટ્રમાં આજે પણ માવઠાની આગાહી વચ્ચે પોરબંદર-દ્વારકા જિલ્લામાં સવારથી વરસાદ ચાલુ