Not Set/ વીકલી એક્સપાયરી પહેલા શેરબજારમાં વેચવાલી, સતત ચોથા દિવસે ઘટાડો, 50 હજાર નીચે સેન્સેક્સ

દિવસભરના ઉતાર-ચઢાવ બાદ આજે સપ્તાહના સતત ત્રીજા દિવસે શેરબજાર લાલ નિશાન પર બંધ રહ્યું છે. બજારમાં ઘટાડાનો સિલસિલો ચાર દિવસોથી સતત ચાલુ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો આગેવાન ઇન્ડેક્સ સેન્સેક્સ 562.34 અંક એટલે કે 1.12 ટકા નીચે 49801.62ની સપાટીએ બંધ રહ્યો. તો નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 189.15 અંક એટલે કે 1.27 ટકા ઘટાડા સાથે 14721.30ની સપાટીએ […]

Business
sensex nifty trade flat maruti slips 1 ahead of q4 results વીકલી એક્સપાયરી પહેલા શેરબજારમાં વેચવાલી, સતત ચોથા દિવસે ઘટાડો, 50 હજાર નીચે સેન્સેક્સ

દિવસભરના ઉતાર-ચઢાવ બાદ આજે સપ્તાહના સતત ત્રીજા દિવસે શેરબજાર લાલ નિશાન પર બંધ રહ્યું છે. બજારમાં ઘટાડાનો સિલસિલો ચાર દિવસોથી સતત ચાલુ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો આગેવાન ઇન્ડેક્સ સેન્સેક્સ 562.34 અંક એટલે કે 1.12 ટકા નીચે 49801.62ની સપાટીએ બંધ રહ્યો. તો નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 189.15 અંક એટલે કે 1.27 ટકા ઘટાડા સાથે 14721.30ની સપાટીએ બંધ રહ્યો છે.

દિગ્ગજ શેરોની હાલત

દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે ઇન્ફોસિસ અને આઇટીસી સિવાય બધા શેરો લાલ નિશાન પર બંધ રહ્યા. સૌથી વધુ ઘટનારા શેરોમાં બીપીસીએલ, ઓએનજીસી, ટાટા મોટર્સ, અદાણી પોર્ટ્સ અને કોલ ઇન્ડિયાનો સમાવેશ થાય છે.

સેક્ટોરિયલ ઇન્ડેક્સ

સેક્ટર્સ પર નજર કરીએ તો બધા સેકટર્સ લાલ નિશાન પર બંધ રહ્યાં છે. તેમાં એફએમસીજી, આઇટી, ઑટો, પીએસયુ બેન્ક, મેટલ, ફાઇનાન્સ સર્વિસિઝ, પ્રાઇવેટ બેન્ક, રિયલ્ટી, મીડિયા, બેન્ક અને ફાર્મા સામેલ છે.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો શેર આજે 3%થી વધુના ઘટાડા સાથે 368.15ની સપાટીએ બંધ રહ્યો. RBI એ SBI પર 2 કરોડ રુપિયાની પેનલ્ટી લગાવી છે, તેની અસર પણ બેન્કના સ્ટોક્સ પર દેખાઇ.