Not Set/ લોકડાઉન બાદ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોને શરૂ કરવા જારી કરાઇ માર્ગદર્શિકા

ગૃહ મંત્રાલયે લોકડાઉન પછી મેન્યુફેક્ચરીંગ ઉદ્યોગોને ફરી શરૂ કરવા માર્ગદર્શિકા જારી કરી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે, યુનિટ ફરી શરૂ કરતી વખતે, પ્રથમ સપ્તાહને ટ્રાયલ અથવા ટેસ્ટ સમય તરીકે લો, ખાતરી કરો કે તમામ સલામતી અને પ્રોટોકોલનું પાલન થાય છે, ઉચ્ચ ઉત્પાદન લક્ષ્યો પ્રાપ્ત કરવાનો પ્રયાસ ન કરો. Ministry of Home Affairs (MHA) issues guidelines […]

Business
bec16b06bacac9baa473a8a75cde7900 લોકડાઉન બાદ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોને શરૂ કરવા જારી કરાઇ માર્ગદર્શિકા

ગૃહ મંત્રાલયે લોકડાઉન પછી મેન્યુફેક્ચરીંગ ઉદ્યોગોને ફરી શરૂ કરવા માર્ગદર્શિકા જારી કરી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે, યુનિટ ફરી શરૂ કરતી વખતે, પ્રથમ સપ્તાહને ટ્રાયલ અથવા ટેસ્ટ સમય તરીકે લો, ખાતરી કરો કે તમામ સલામતી અને પ્રોટોકોલનું પાલન થાય છે, ઉચ્ચ ઉત્પાદન લક્ષ્યો પ્રાપ્ત કરવાનો પ્રયાસ ન કરો.

આ ગાઇડલાઇન જારી કરવામાં આવી

24 કલાક ફેક્ટરીમાં સેનિટાઇઝેશનની વ્યવસ્થા હોય.

સ્વચ્છતા દર બે-ત્રણ કલાકે થવી જોઈએ. ખાસ કરીને તે સ્થાન જ્યાં વધુ લોકો એકઠા થાય છે.

દિવસમાં બે વખત કામદારો અને મજૂરોનું ટેમ્પ્રેચર તપાસવું.

જે કર્મચારીઓમાં લક્ષણો હોય તે કર્મચારીઓ કામ પર ન આવે.

દરેક ફેક્ટરી અને મેન્યુફેક્ચરીંગ યુનિટ્સમાં હેન્ડ સેનિટાઇઝર્સ, માસ્ક અને ગ્લવ્સથીની વ્યવસ્થા હોય.

ફેક્ટરીમાં લાવવામાં આવેલ બોક્સરેઝને સ્ટેરિલાઇઝ કરવામા આવે. પાળીમાં માલની ડિલિવરી થાય.

વર્ક ફ્લોર અને ડાઇનિંગ એરિયામાં શારિરીક અવરોધો સ્થાપિત કરવા જોઈએ જેથી શારીરિક અંતર ફોલો થઇ શકે.

24 કલાક કામ કરનાર ફેક્ટ્રીઓ શિફ્ટ વચ્ચે એક કલાકનો સમય રાખે.

કોઈપણ કિંમતે ટૂલ્સ અને વર્કસ્ટેશન્સ શેર કરવા નહીં.

કોરોના વાયરસે દેશમાં કહેર વરસાવી રહ્યો છે, ભારતમાં કોરોના વાયરસ ઓછુ થવાનું નામ નથી લઇ રહ્યુ. છેલ્લા 24 કલાકમાં 3,277 નવા કેસ નોંધાયા છે અને 127 લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, દેશમાં કોરોના વાયરસનાં 62,939 કેસ નોંધાયા છે. આમાંથી 41,472 સક્રિય કેસ છે. 19,357 લોકો સ્વસ્થ થયા છે અને 2,109 લોકો મોતને ભેટી ચુક્યા છે. મહારાષ્ટ્રમાં 20,228 કેસ નોંધાયા છે. ગુજરાતમાં 7,796 કેસ થયા છે. દિલ્હીમાં 6,542 અને તમિલનાડુમાં 6,635 કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.