ગત ફેબ્રુઆરી માસમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા હાલના IT એક્ટ 2000 માં કેટલાક કડક નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેના કારણે કેટલીક સોશિયલ મીડિયા કંપનીઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે ઘણો તણાવ હતો. કોર્ટે પણ આ મામલે હસ્તક્ષેપ કર્યો હતો. હવે સામે આવ્યું છે કે સરકાર એક નવા આઇટી એક્ટ પર વિચાર કરી રહી છે, જેમાં ઇન્ટરનેટ યુઝર્સની પ્રાઇવસી પર ધ્યાન આપવામાં આવશે તેમજ બિટકોઇન અને ડાર્ક નેટને પણ તેમાં સમાવી શકાય છે.
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે નવા કાયદા અમલમાં આવશે ત્યારે આ તમામ નિયમોને તેમાં સામેલ કરવામાં આવશે. તેમાં ફરિયાદ નિવારણ માટે અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. નવા કાયદાઓ અંગે સરકારમાં મોટા સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે.
આ પણ વાંચો ;snake bite / ભારતમાં સાપના કરડાવી હત્યા કરવાના બનાવ વધી રહ્યા છે, સુપ્રીમ કોર્ટ પણ ચિંતિત
રિપોર્ટ અનુસાર એવી સંભાવના છે કે નવા કાયદામાં કેટલીક જોગવાઈઓ પણ હશે જે બ્લોકચેન, બિટકોઈન અને ડાર્ક નેટ સહિત ‘ટેકનોલોજીના નવા પાસાઓ’ ને આવરી લેશે. અધિકારીએ જણાવ્યું હતું કે, જૂનો આઇટી એક્ટ 2000 સામાન્ય છેતરપિંડી, વેબસાઇટ્સને અવરોધિત કરવા અને તે સમયે થતી ગેરકાયદે પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો હતો. હવે ઘણું બદલાઈ ગયું છે. જૂનો કાયદો બદલવાનો કોઈ અર્થ નથી. તેના બદલે વર્તમાન અને સંભવિત ભાવિ પરિસ્થિતિનો સામનો કરવા માટે નવો કાયદો લાવીશું.
અધિકારીઓ કહે છે કે નવો કાયદો ગુંડાગીરી, ફોટા સાથે ચેડા અને ઓનલાઇન જાતીય સતામણી જેવી અન્ય પદ્ધતિઓ પર ફોકસ કરવામાં આવ્યું છે. આ કેસોમાં સજા અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, “હાલમાં ઓનલાઇન ગુંડાગીરી અથવા પીછો કરવાની કોઈ કાનૂની વ્યાખ્યા નથી અથવા અન્ય જાતીય સતામણીના અન્ય સ્વરૂપો માટે કોઈ ચોક્કસ દંડની જોગવાઈ નથી, જેમ કે અનિચ્છનીય કોમેન્ટ, ફોટા સાથે છેડછાડ, કોઈની સંમતિ વિના વ્યક્તિગત ફોટા પ્રકાશિત કરવા. નવા આઈટી એક્ટમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવતી સામગ્રીને લઈને કંપનીઓની જવાબદારીમાં પણ વધારો કરશે.
આ પણ વાંચો ;કારર્કિદી / બારટેન્ડરઃ સ્મોલ જોબ, બિગ ઇન્કમન આપતી કારર્કિદી
