વિકાસ/ ભારતની મોટી કંપનીઓ તેની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા કરશે રોકાણ : જાણો ક્યાં ક્ષેત્રમાં કેટલું રોકાણ થશે?

સીઈઓનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અડધાથી વધારે લોકોએ કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં પોતાનું રોકાણ ગત વર્ષની તુલનાએ 25 ટકા વધારે….

Top Stories Business
રોકાણ

ભારતીય કંપની નાણાકીય વર્ષ 2023 નવી ક્ષમતા સર્જન કરવા માટે રોકાણ વધારવાની યોજના બનાવી રહી છે. કારણકે મહામારી અને લોકડાઉનના કારણે બે વર્ષની મંદી બાદ ઉપભોક્તા માંગમાં વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે. આ મહીને કરવામાં આવેલા સીઈઓના સર્વેક્ષણમાં આ બાબતો જાણવા મળી છે.

એક સમાચાર પત્ર દ્વારા તાજેતરમાં 19 સીઈઓનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અડધાથી વધારે લોકોએ કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં પોતાનું રોકાણ ગત વર્ષની તુલનાએ 25 ટકા વધારે કરવાનું આયોજન છે. માત્ર 10.5 ટકા લોકોએ કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ 2022ની તુલનાએ રોકાણ ઘટાડશે. આ મહિનાની શરૂઆતમાં રીઝર્વબેંકે અંદાજ વ્યક્ત કર્યો છે કે, બિઝનેસ કોનફીન્ડસ સુધારવા માટે, બેંક લોનમાં વધારા માટે અને સરકાર માર્ગો અને ધોરીમાર્ગોમાં મૂડી ખર્ચ ચાલુ રાખતી હોવાથી રોકાણની ગતિમાં તેજી આવવાની અપેક્ષા છે.

ઉત્પાદન ક્ષેત્રમાં ક્ષમતા ઉપયોગ નાણાકીય વર્ષ 2022ની ડીસેમ્બર ત્રિમાસિકમાં સુધારો 72.4 ટકા ઉપર પહોચ્યો છે. જે ગત ત્રિમાસિકમાં 68.૩ ટકા રહ્યો હતો. આ રીતે માર્ચ 2020માં સમાપ્ત ત્રિમાસિકમાં ક્ષમતા ઉપયોગ કોરોના મહામારી પહેલાના 69.9 ટકાના સ્તરને પાર કર્યો છે. સામાન્ય રીતે ભારતીય રોકાણકાર કંપનીઓ એવા સમયે તેની યોજનાઓ બનાવવા ઈચ્છે છે જ્યારે સ્થાપિત ક્ષમતાનો ઉપયોગ 75 ટકાને પાર કરે. રિલાયન્સ, ટાટા ગ્રુપ, જેએસડબ્લ્યુ અને અદાણી ગ્રુપ આ મુખ્ય કંપનીઓમાં સામેલ છે. જે અગાઉથી જ રિન્યુએબલ એનર્જી, સ્ટીલ પ્લાન્ટ અને સેમિકન્ડક્ટર બિઝનેસમાં અબજો ડોલરના રોકાણની જાહેરાત કરી છે. ઉત્પાદન આધારિત પ્રોત્સાહક યોજનાઓએ પણ કંપનીઓને નવી ક્ષમતા નિર્માણમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કર્યા છે. એક મેન્યુફેક્ચરિંગ કંપનીના CEOએ નામ ન આપવાની વિનંતી કરતાં કહ્યું હતું કે, “માગ ચોક્કસપણે વધી છે. આના કારણે પુરવઠામાં અવરોધ ઉભો થયો છે કારણ કે ઘણા નાના અને મધ્યમ ઉદ્યોગો બંધ થઈ ગયા છે અને મોટા ઉદ્યોગોને કર્મચારીઓની ઉપલબ્ધતામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ટાટા સ્ટીલના સીઈઓ અને એમડી અને કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીના એમડી અને પ્રેસિડેન્ટ ટીવી નરેન્દ્રને સોમવારે જણાવ્યું હતું કે લગભગ 70 ટકા CII સભ્યોએ આ વર્ષે મૂડી ખર્ચ પર વધુ ખર્ચ કરવાની યોજના બનાવી છે. વૈશ્વિક સ્તરે કોમોડિટીના વધતા ભાવને કારણે કાચા માલની કિંમતમાં વધારો એ સીઈઓની મુખ્ય ચિંતા હતી. સર્વેમાં સામેલ 36.8 ટકા સીઈઓએ કહ્યું કે તેમની કમાણી પર કોઈ અસર થશે નહીં, જ્યારે 26.3 ટકા સીઈઓએ કહ્યું કે તેમના ખર્ચ પર 1 થી 1.25 ટકા અસર થશે.

આ પણ વાંચો :  દેશ કોરોનાની ચોથી લહેર તરફ!કોરોનાના કેસમાં 18 ટકાના ઉછાળા સાથે નવા 2,927 કેસ

ગુજરાતનું ગૌરવ