Rajkot/ રાજકોટમાં બ્રિટનથી આવેલો યુવાન કોરોના પોઝિટિવ, નવા સ્ટ્રેનના લક્ષણો અંગે તપાસ

બ્રિટનમાં આવેલા કોરોના નવા સ્ટ્રેનએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. બે દિવસ પહેલા સુરતમાં હજીરામાં ઈંગ્લેન્ડથી આવેલી યુવતીનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો, આજે બ્રિટનથી રાજકોટ આવેલા

Top Stories Gujarat
1

બ્રિટનમાં આવેલા કોરોના નવા સ્ટ્રેનએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. બે દિવસ પહેલા સુરતમાં હજીરામાં ઈંગ્લેન્ડથી આવેલી યુવતીનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો, આજે બ્રિટનથી રાજકોટ આવેલા પરિવારમાં એક યુવાનનો આરટી પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવતા તેના સેમ્પલ પૂના ખાતે સૅમ્પલ મોકલવામાં આવ્યા હતા.

New coronavirus strain spreading in UK has key mutations, scientists say | Reuters

Election / AIMIMનાં નેતાઓ ગુજરાત આવ્યા, RSS વડા ભાગવત અને ભાજપ પ્રમુખ ન…

પૂનાના તબીબો એ અંગે તપાસ કરી રહ્યા છે કે આ યુવાનને જોવા મળેલો કોરોના એ બ્રિટનથી આવેલા નવા સ્ટ્રેઇન પ્રમાણેનો છે કે કેમ? પુના મહાપાલિકાના આરોગ્ય તંત્રએ આ અંગે વધારે તપાસ હાથ ધરી છે. બ્રિટનથી રાજકોટ આવેલા આ પરિવારના કુટુંબમાં બે બાળકો સિવાય તમામ ચાર સભ્યોને કોરોનાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

As New Coronavirus Spread, China's Old Habits Delayed Fight - The New York Times

Accident / ગોંડલ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3 લોકો જીવતા ભૂંજાઇ…

રાજકોટનો આ યુવાન હિત ઠક્કર હોવાનું તેમજ તેની ઉંમર 31 વર્ષની હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અમીનમાર્ગ પંચવટી સોસાયટીમાં રહે છે અને 15 ડીસેમ્બરના રોજ રાજકોટ આવ્યો હતો. ભારત સરકારની ગાઇડ લાઇન હેઠળ પૂના ખાતે તેના સૅમ્પલ મોકલવામાં આવ્યા હતા. રાજકોટ તેમજ પુના મહાનગરપાલિકાના તંત્રમાં એ અંગે ચિંતા જોવા મળી રહી છે કે આ યુવાનમાં નોંધવામાં આવેલો કોરોના એ બ્રિટનથી આવેલા નવા સ્ટ્રેઇન મુજબ તો નથી ને? આ માટે હવે સેમ્પલના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

Coronavirus memes fill social media, making young people anxious - Los Angeles Times

India / રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી બાદ આ સાત ન્યાયધીશોની નિયુ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…