Viral Video/ ગજબ! રસ્તા પર આરામથી 8 વર્ષના બાળકે ચલાવી ફોર્ચ્યુનર, જોઈને તેમે પણ રહી જશો દંગ

એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં 8 વર્ષનો છોકરો રસ્તા પર ફોર્ચ્યુનર કાર ચલાવતો જોવા મળે છે.

Trending Videos
ફોર્ચ્યુનર

સોશિયલ મીડિયા પર અવાર-નવાર એવા કેટલાક વીડિયો જોવા મળી રહ્યા છે, જેને જોઈને તમે ચોંકી જશો. કેટલાક વીડિયો એવા હોય છે જેને જોયા પછી દરેક વ્યક્તિ વિચારમાં પડી જાય છે. હવે આવો જ એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં 8 વર્ષનો છોકરો રસ્તા પર ફોર્ચ્યુનર કાર ચલાવતો જોવા મળે છે.

મળતી માહિતી અનુસાર, આ વીડિયો ભારતના પાડોશી દેશનો છે. ભારતમાં જ્યાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટેની લઘુત્તમ ઉંમર 18 વર્ષ છે. તે જ સમયે, પાડોશી દેશમાં 8 વર્ષના બાળકને કાર ચલાવતા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે બાળકની સાથે તેની 10 વર્ષની બહેન પણ તેની બાજુમાં બેઠી છે. તે જ સમયે, આ બાળકોના પિતાએ કાર ચલાવતા બાળકનો વીડિયો રેકોર્ડ કર્યો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જે બાળક કાર ચલાવતો જોવા મળી રહ્યો છે તેનું નામ અયાન છે. અયાન છ વર્ષની ઉંમરથી કાર ચલાવે છે. અયાનની બહેને તેના ભાઈનો ડ્રાઈવિંગ વીડિયો અપલોડ કર્યો હતો. તેણીએ કહ્યું કે તેણી 10 વર્ષની હોવા છતાં કાર ચલાવતા નથી જાણતી, જ્યારે તેનો ભાઈ નાનો હોવા છતાં આરામથી ડ્રાઇવ કરી શકે છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે અયાન આરામથી કાર સ્ટાર્ટ કરી અને રોડ પર લઈને જઈ રહ્યો છે.  આ દરમિયાન તેની બહેન તેનો વીડિયો શૂટ કરતી રહી. અયાન સીટના કિનારે ડ્રાઇવિંગ કરતો જોવા મળે છે. કાર ચલાવતી વખતે અયાન એકદમ આત્મવિશ્વાસુ દેખાતો હતો. આ બાળકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે. તો કેટલાક લોકોએ આ વીડિયોની આકરી ટીકા કરી હતી.

યુટ્યૂબ પર વીડિયોને 11 હજારથી વધારે વખત જોવામાં આવ્યો છે. અનેક યુઝર્સે બાળકના ડ્રાઈવિંગને પસંદ કર્યું છે. કેટલાક લોકોએ ટિપ્પણીમાં લખ્યું- માશા અલ્લાહ, જ્યારે અનેક લોકોએ ટિપ્પણી કરીને ચિંતા વ્યક્ત કરી છે.

જ્યારે ભારતમાં કાયદાકીય દૃષ્ટિએ ડ્રાઈવિંગ લાઈસન્સ ઈસ્યુ કરવાની વાત આવે છે તો અનેક કાયદા તથા નિયમ લાગૂ હોય છે. આ પૈકી મહત્ત્વના નિર્ણયો પૈકી એક એ છે કે ડ્રાઈવરની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. આ ઉપરાંત આંખની દ્રષ્ટિ પણ યોગ્ય હોવી જોઈએ. ફિઝિકલ ફિટનેસ સંબંધિત માપદંડો પણ નક્કી હોય છે. પાકિસ્તાનમાં પણ ડ્રાઈવિંગ માટે આ પ્રકારના નિયમ છે. તેમ છતાં નિયમને લઈ બેદરકારી દાખવી 8 વર્ષનું બાળક ગાડી ચલાવી રહ્યું છે.

આ પણ વાંચો: કરાચી હુમલા બાદ ચીન પાકિસ્તાન પર કરી શકે છે એરસ્ટ્રાઈક?