Not Set/ ગોવા/ સમગ્ર રાજ્યમાં કાળો કહેર, તંત્ર દ્વારા રેડ એલર્ટ… જાણો કેમ ..?

શુક્રવારે ભારે વરસાદ અને ભારે પવનને કારણે ગોવા સરકારે રેડ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદની સાથે અરબી સમુદ્રમાં આવેલા ચક્રવાત અને જોરદાર પવનને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત ઉખેડાયેલા વૃક્ષોને કારણે અનેક સ્થળોએ રસ્તાઓ પણ બંધ હાલતમાં છે, ચેતવણીને ધ્યાનમાં રાખીને ગોવા યુનિવર્સિટીએ હાલમાં તમામ પરીક્ષાઓ રદ કરી દીધી છે. ભારતીય […]

Top Stories India
rain 3 ગોવા/ સમગ્ર રાજ્યમાં કાળો કહેર, તંત્ર દ્વારા રેડ એલર્ટ... જાણો કેમ ..?

શુક્રવારે ભારે વરસાદ અને ભારે પવનને કારણે ગોવા સરકારે રેડ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદની સાથે અરબી સમુદ્રમાં આવેલા ચક્રવાત અને જોરદાર પવનને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત ઉખેડાયેલા વૃક્ષોને કારણે અનેક સ્થળોએ રસ્તાઓ પણ બંધ હાલતમાં છે, ચેતવણીને ધ્યાનમાં રાખીને ગોવા યુનિવર્સિટીએ હાલમાં તમામ પરીક્ષાઓ રદ કરી દીધી છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  “કર્ણાટકના કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થયો છે. આગામી 24 કલાક દરમિયાન ગોવા, દક્ષિણ કોંકણ અને ઉત્તર કોંકણમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.”

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન ગોવા અને મહારાષ્ટ્રના રત્નાગિરિ, સિંધુદુર્ગ અને રાયગઢ  જિલ્લામાં 75 કિ.મી.પ્રતિ જોરદાર પવન ફૂંકાવાની સંભાવના છે.  આ ઉપરાંત ઉત્તર પૂર્વ અરબીને અડીને આવેલા ગુજરાત,  મહારાષ્ટ્ર અને ઉત્તર કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં 60 KM

ઝડપે પવન ફૂંકવાની સંભાવના છે.

મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે કોઈ પણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગે માછીમારોને આગામી 48 કલાક દરિયામાં ન જવા સૂચના પણ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.