Viral Video/ રસ્તા પર નમાઝ અદા કરતી વ્યક્તિને દિલ્હી પોલીસના કર્મીએ માર માર્યો, વીડિયો થયો વાયરલ

માહિતી મળી રહી છે કે, દુર્વ્યવહાર કરના ચોકીના ઈન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટના પર કોંગ્રેસ સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ દિલ્હી પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. સાંસદ પ્રતાપગઢીએ.

Top Stories India Videos
Beginners guide to 2024 03 09T094730.882 રસ્તા પર નમાઝ અદા કરતી વ્યક્તિને દિલ્હી પોલીસના કર્મીએ માર માર્યો, વીડિયો થયો વાયરલ

New Delhi News:  દેશની રાજધાની દિલ્હીનો એક વીડિયો સોશિયલ મીડિયા ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પોલીસકર્મી એક વ્યક્તિ સાથે રસ્તાની વચ્ચે નમાજ અદા કરવાને લઈ તેને દૂર કરવા માટે તેની સાથે ગેરવર્તન કરી રહ્યો છે. આ ઘટના દિલ્હીના ઈન્દ્રલોક વિસ્તારની છે. જેમાં એક પોલીસકર્મી નમાઝ અદા કરી રહેલા વ્યક્તિને લાત મારતો જોવા મળી રહ્યો છે. હવે આ ઘટનાને લઈને કોંગ્રેસના ઘણા નેતાઓ ભાજપ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધી રહ્યા છે.

માહિતી મળી રહી છે કે, દુર્વ્યવહાર કરના ચોકીના ઈન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટના પર કોંગ્રેસ સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ દિલ્હી પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. સાંસદ પ્રતાપગઢીએ લખ્યું કે, “નમાજ અદા કરતી વખતે એક વ્યક્તિને લાત મારતો આ દિલ્હી પોલીસનો જવાન કદાચ માનવતાના મૂળભૂત સિદ્ધાંતોને સમજી શકતો નથી. આ સૈનિકના દિલમાં શું નફરત ભરેલી છે, દિલ્હી પોલીસને વિનંતી છે કે આને રોકવા માટે તેની સામે યોગ્ય કલમો હેઠળ કેસ દાખલ કરો અને તેની સેવા સમાપ્ત કરો.”

કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે લખ્યું, “અમિત શાહની દિલ્હી પોલીસનું સૂત્ર શાંતિ, સેવા, ન્યાય છે, તેઓ સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરી રહ્યા છે.”

આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક યુવકો રસ્તાની વચ્ચે મેટ્રો પોલ પાસે નમાઝ અદા કરી રહ્યા છે. દિલ્હી પોલીસના જવાનો તેમને હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ પોલીસકર્મીને હટાવવાની રીત વાંધાજનક હતી. નમાઝ અદા કરી રહેલા લોકોને હટાવવા માટે તેઓએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેમને લાતો મારીને દૂર ખસેડવા કહ્યું હતું.

પોલીસકર્મીના ખરાબ વર્તન બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Sports/ સનરાઈઝર્સ હૈદરાબાદની જર્સીમાં એવું ખાસ શું છે જેની ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે…

આ પણ વાંચોઃ Crime/ સુરતમાં ત્રીજા માળેથી પટકાતા વિદ્યાર્થીનીનું મોત

આ પણ વાંચોઃ National Creators Award 2024,/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ક્રિયેટર્સ એવોર્ડ આપતા અમદાવાદીઓ વિશે રસપ્રદ વાત કરી…