Not Set/ જમ્મુ-કાશ્મીર : કુલગામ સેક્ટરમાં સુરક્ષાબળોએ ૫ આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે જોવા મળી રહેલા એન્કાઉન્ટરનો સિલસિલો યથાવત રહ્યો છે. ગુરુવાર સવારથી બારામૂલા જિલ્લાના સોપોરમાં જવાનો દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટર બાદ શનિવારે વધુ એકવાર કુલગામ સેક્ટરમાં આતંકીઓ અને સુરક્ષાબળના જવાનો વચ્ચે થયેલા એન્કાઉન્ટર દરમિયાન ૫ આતંકીઓને ઠાર કર્યા છે. #UPDATE: Total five terrorists have been killed so far, search operation underway: […]

Top Stories India Trending
jammu kashmir 1 જમ્મુ-કાશ્મીર : કુલગામ સેક્ટરમાં સુરક્ષાબળોએ ૫ આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગર,

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે જોવા મળી રહેલા એન્કાઉન્ટરનો સિલસિલો યથાવત રહ્યો છે. ગુરુવાર સવારથી બારામૂલા જિલ્લાના સોપોરમાં જવાનો દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટર બાદ શનિવારે વધુ એકવાર કુલગામ સેક્ટરમાં આતંકીઓ અને સુરક્ષાબળના જવાનો વચ્ચે થયેલા એન્કાઉન્ટર દરમિયાન ૫ આતંકીઓને ઠાર કર્યા છે.

છેલ્લા ૪૮ કલાકમાં ૧૫ આતંકીઓને કરાયા ઠાર

આ સાથે જ જમ્મુ-કાશ્મીરમાં થયેલા એન્કાઉન્ટરની વાત કરવામાં આવે તો, છેલ્લા ૭૨ કલાકમાં કુલ ૧૫ આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે.

આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચેના એન્કાઉન્ટરમાં ઠાર કરાયેલા આતંકીઓની ઓળખ ગુલજાર અહેમદ પદ્દેર, ફૈજલ રાથેર, જાહિદ અહેમદ મીર, મન્સૂર ભાટ અને જરૂરના રૂપમાં થઇ છે.

DnGiFPkUwAAq2NW જમ્મુ-કાશ્મીર : કુલગામ સેક્ટરમાં સુરક્ષાબળોએ ૫ આતંકીઓને કર્યા ઠાર
national-jammu-and-kashmir-encounter-chowgam-sector-5-terrorist-security-forces-killed

જો કે આ દરમિયાન બે જવાનો ઘાયલ થયા છે. બીજી બાજુ સુરક્ષાને જોતા બારામુલાથી કાજીગુંડ સુધી રેલ્વે સેવા રોકવામાં આવી છે તેમજ શ્રીનગરના અન્ય વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ઈનપુટના આધારે હાથ ધરાયું સર્ચ ઓપરેશન

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરક્ષાબળના જવાનોને મળેલી બાતમીના આધારે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું રહ્યું છે અને જ્યાં એન્કાઉન્ટરમાં ૫ આતંકીઓને ઠાર કરાયા છે.

ગુરુવારે પણ ૩ આતંકીઓને કરાયા હતા ઠાર

આ પહેલા બારામૂલા જિલ્લાના સોપોરમાં ગુરુવાર સવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાબળોના ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. જો કે આ આતંકીઓ અને જવાનો વચ્ચે થયેલા ઘર્ષણમાં ૧૨ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.

આ ઉપરાંત પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, એન્કાઉન્ટર સ્થળ પરથી કેટલાક હથિયારો, બોમ્બ તેમજ શંકાસ્પદ સામગ્રી જપ્ત કરવામાં આવી છે. જયારે માર્યા ગયેલા આતંકીઓની ઓળખ પાકિસ્તાનના અલી ઉર્ફ અથર અને જિયા ઉર રહેમાનના રૂપમાં થઇ છે”.