કાવતરું/ નિવૃત્ત આઇપીએસને ખોટા આરોપમાં ફસાવવાના કાવતરાનો પર્દાફાશ

ગુજરાત એટીએસે નિવૃત્ત આઇપીએસ અધિકારીને છેડતીના ખોટા આરોપમાં ફસાવવાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. આ અંગે સમગ્ર ઘટનાક્રમ એ પ્રકારનો છે કે થોડા દિવસ અગાઉ એક નિવૃત્ત IPS અધિકારી ચર્ચામાં આવ્યા હતા.

Top Stories Gujarat
ATS gujarat નિવૃત્ત આઇપીએસને ખોટા આરોપમાં ફસાવવાના કાવતરાનો પર્દાફાશ

Conspiracy ગુજરાત એટીએસે નિવૃત્ત આઇપીએસ અધિકારીને છેડતીના ખોટા આરોપમાં ફસાવવાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. આ અંગે સમગ્ર ઘટનાક્રમ એ પ્રકારનો છે કે થોડા દિવસ અગાઉ એક નિવૃત્ત IPS અધિકારી ચર્ચામાં આવ્યા હતા. Conspiracy એક મહિલાએ નિવૃત્ત IPS અધિકારી અને તેમના વહીવટદાર સામે શારીરિક અડપલા કર્યાના આરોપો લગાવ્યા હતા.

આમાં મહિલાએ આ તમામ બાબતને લઈને એક એફિડેવિટ પણ કરાવી હતી. Conspiracy તેની સાથે જ નિવૃત્ત IPS અધિકારી સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ પણ કરાવી હતી. પરંતુ હવે આ સમગ્ર પ્રકરણની તલસ્પર્શી તપાસ કરવામાં આવતા આ પ્રકરણ નિવૃત્ત IPS અધિકારીને ફસાવવાનું ષડયંત્ર હોવાનું સામે આવ્યું છે, જેને લઈને પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં નિવૃત્ત IPS અધિકારી ભૂતપૂર્વ ડીજીપી હોવાનું સામે આવ્યું છે. Conspiracy નિવૃત્ત આઇપીએસ અધિકારીને ફસાવવા માટે પાંચ જણાએ કાવતરૂં ઘડી કાઢ્યાની વાતનો ગુજરાત ATSએ(Gujarat ATS) આજે ખુલાસો કર્યો હતો. પૂર્વ DGPને ફસાવવાના કાવતરામાં ભાજપના નેતા જી. કે. પ્રજાપતિ મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યું છે.  તેની સાથોસાથ આ ષડયંત્રમાં આશુતોષ પંડ્યા અને કાર્તિક જાની નામના બે પત્રકાર પણ સામેલ છે. આ ઉપરાંત હરેશ જાદવ અને મહેન્દ્રસિંહ પરમાર ઉર્ફે રાજુ જેમીનીએ એફિડેવિટમાં IPS અધિકારીના નામનો ઉલ્લેખ કર્યો હતો.

આમ, પાંચેય શખ્સોએ સાથે મળીને એક મહિલા પાસે એફિડેવિટ તૈયાર કરાવી હતી. તથા મહિલાની જાણ બહાર કેટલાક વધુ ફકરા પણ ઉમેરીને તેમાં પૂર્વ DGPના નામનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ બે પત્રકારોએ એફિડેવિટને ન્યુઝ મીડિયામાં ફેલાવી હતી. આમ આ પાંચ શખ્શોએ પૂર્વ DGPના નામનો ઉલ્લેખ કરીને પૈસા પડાવવા માટે કાવતરૂં ઘડ્યું હતું. જેઓની સામે આજે ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી.

તેઓ નિવૃત્ત આઇપીએસ પાસેથી તોડબાજી કરવા માંગતા હતા. અંદાજે આઠ કરોડ રૂપિયાની તોડબાજી કરવાનો તેમનો ઇરાદો હતો. પણ એટીએસની સફળ કાર્યવાહી અને તલસ્પર્શી તપાસના લીધે તેમના ઇરાદા બર આવ્યા ન હતા. હવે એક પોલીસ અધિકારીને સંડોવવામાં પત્રકાર અને નેતા સંડોવાયેલો હોય તો પછી બીજા લોકોનું શું થતું હશે તે મોટો સવાલ છે. આ પ્રકારના પત્રકાર અને આવા આગેવાન પાસેથી પ્રજા કઈ રીતે સેવા અને ન્યાયની આશા પણ રાખી શકશે.

આ પણ વાંચોઃ

Adani/ અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડાનો સિલસિલો અટકતો નથી, આજે ફરી શેરમાં પાંચ ટકાનો ઘટાડો

વીમેન્સ આઇપીએલ/ વીમેન્સ પ્રીમિયર લીગમાં ખેલાડીઓની હરાજી ટૂંક સમયમાં શરૂ થશે

India-Pak Womens T20/ Ind Vs Pak T20 Womens World Cup: ભારત-PAK ક્રિકેટરો જબરદસ્ત મેચ બાદ સાથે આવ્યા, એકબીજાને ગળે