Not Set/ મનોહરલાલ ખટ્ટર સરકાર સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ 32 વિરુદ્ધ 55 મતે પડી ગયો

મનોહરલાલ ખટ્ટર સરકારે અવિશ્વાસ પ્રસ્તાવ પર થયેલા મતદાનમાં હરિયાણા વિધાનસભામાં જીત હાસિલ કરી છે. અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં 32 અને વિરોધમાં 55 મત પડ્યા છે. મહત્વનું છે કે વિધાનસભામાં કોંગ્રેસના 30 ધારાસભ્યો છે. વોટિંગ પહેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યુ કે, આ પ્રસ્તાવ લાવવા માટે કોંગ્રેસનો આભાર. કોંગ્રેસની મૃગતૃષ્ણા ક્યારેય પૂરી નહીં […]

Top Stories India
freepressjournal 2021 03 e909f199 1555 4f99 ae20 6c85d1a3fd55 1003 pti03 10 2021 000122b મનોહરલાલ ખટ્ટર સરકાર સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ 32 વિરુદ્ધ 55 મતે પડી ગયો

મનોહરલાલ ખટ્ટર સરકારે અવિશ્વાસ પ્રસ્તાવ પર થયેલા મતદાનમાં હરિયાણા વિધાનસભામાં જીત હાસિલ કરી છે. અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં 32 અને વિરોધમાં 55 મત પડ્યા છે. મહત્વનું છે કે વિધાનસભામાં કોંગ્રેસના 30 ધારાસભ્યો છે.

વોટિંગ પહેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યુ કે, આ પ્રસ્તાવ લાવવા માટે કોંગ્રેસનો આભાર. કોંગ્રેસની મૃગતૃષ્ણા ક્યારેય પૂરી નહીં થાય.

ખટ્ટરે કહ્યુ, નો કોન્ફિડન્સ કોંગ્રેસની સંસ્કૃતિ છે. જ્યારે પાર્ટી ચૂંટણી હારી જાય તો તેને ઈવીએમ પર વિશ્વાસ થતો નથી. સર્જિકલ સ્ટ્રાઇકના પૂરાવા માંગે છે. જો કોંગ્રેસ સત્તામાં રહે છે તો બધુ પરાબર છે, પરંતુ ભાજપ સત્તામાં છે તો નહીં.

તો હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ વિધાનસભામાં કહ્યુ, 10 વર્ષથી નારો લાગ્યો કે હુડ્ડા તેરે રાજમાં કિસાન ની જમીન ગઈ વ્યાજ મેં. છેલ્લા એક વર્ષમાં અમે 30000 હજાર કરોડ રૂપિયાના પાક એમએસપી પર ખરીદ્યા છે. તે માટે અમે 1800 ખરીદ કેન્દ્ર બનાવ્યા હતા.

તેમણે કહ્યું કે, આ વખતે પણ પ્રત્યેકને વિશ્વાસ અપાવીએ છીએ કે જ્યારે મંડીમાં તમારૂ ફોર્મ આવશે, તેના બે દિવસની અંદર તમારા ખાતામાં પૈસા પહોંચી જશે.