Viral Video/ જીમમાં જઈને આ શ્વાન પણ રેગ્યુલર કરે છે કસરત, જોઈ લો આ વાયરલ થયેલો મજેદાર વીડિયો

તમે હંમેશા જોયું હશે કે સોશિયલ મીડિયા પર પ્રાણી અને પક્ષીઓના અતરંગી વીડિયોઝ અને ફોટોઝ ઝડપથી વાઈરલ થઈ જાય છે. જે જોઈને તમારો ખરાબ મૂડ પણ સારો થઈ જાય છે.

Videos
A 134 જીમમાં જઈને આ શ્વાન પણ રેગ્યુલર કરે છે કસરત, જોઈ લો આ વાયરલ થયેલો મજેદાર વીડિયો

તમે હંમેશા જોયું હશે કે સોશિયલ મીડિયા પર પ્રાણી અને પક્ષીઓના અતરંગી વીડિયોઝ અને ફોટોઝ ઝડપથી વાઈરલ થઈ જાય છે. જે જોઈને તમારો ખરાબ મૂડ પણ સારો થઈ જાય છે. એવાં ઘણા મજેદાર વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થતા હોય છે, જે જોઈને તમે આશ્ચર્યમાં મૂકાય જાઓ છો. આવી જ રીતે હાલ એક ડોગનો વીડીયો વાયરલ થિયા રહ્યો છે જેમાં શ્વાન પણ જીમમાં જઈને કસરત કરી શકે તેવું જોવા મળી રહ્યું છે, જો તમને આ વિશે ખાતરી ન હોય તો વાયરલ વીડિયો જોયા પછી તમને પણ વિશ્વાસ આવી જશે. લોકો આ વાયરલ વીડિયોનો ખૂબ આનંદ લઈ રહ્યા છે.

વાયરલ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે જીમની અંદર છોકરાઓ અને છોકરીઓ જે રીતે Burpees કરી રહ્યા છે. તેમની સામે એક શ્વાન પણ ઉભો છે, જે તેમને જોતાં જ કુદવાનું શરુ કરી દે છે.

https://twitter.com/ViralPosts5/status/1367771236063797249?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1367771236063797249%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fhindi-news%2Fviral%2Fdog-in-gym-doing-burpees-amazing-video-gone-viral-on-social-media-4480892%2F

ખાસ વાત તો એ છે કે આ શ્વાન જાણે કસરત કરી રહ્યો હોય તેમ તેની નકલ કરી રહ્યો છે. આ જ કારણ છે કે લોકોને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે.

એવું નથી કે પ્રથમ વખત કોઈ પ્રાણીનો વીડિયો લોકોને ગમ્યો હોય. આ પહેલા પણ પ્રાણીઓના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે, જેને લોકો ખૂબ પસંદ કરે છે.