દંડ/ મોંઘવારી અને મંદી વચ્ચે રાજ્ય સરકાર આ રીતે ઉઘરાવી રહી છે કરોડો રૂપિયાનો દંડ

મોંઘવારી અને મંદી વચ્ચે રાજ્ય સરકારએ ઉઘરાવ્યો કરોડો રૂપિયાનો દંડ

Gujarat Others Trending
ભુપેન્દ્ર સિંહ 8 મોંઘવારી અને મંદી વચ્ચે રાજ્ય સરકાર આ રીતે ઉઘરાવી રહી છે કરોડો રૂપિયાનો દંડ

રાજ્ય ના નાગરિકો એ માસ્ક ના પહેરવા બદલ ભર્યો કરોડો રૂપિયાનો  દંડ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે કોરોના વાઈરસને કારણે રાજ્યમાં ગત માર્ચ 2020 થી રાજ્ય વ્યાપી લોક ડાઉન લગાવવામાં આવ્યું હતું. અને આશરે ત્રણ મહિના જેટલા લાંબા ગાળા બાદ તેમાં ધીરે ધીરે છૂટછાટ આપવામાં આવી હતી. ત્યારે કોરોનાના કપરા કાળમાં ગુજરાતની જનતા મંદીના ચક્રવ્યુહમાં બહુ ખરાબ રીતે સપડાઈ  છે. ત્યારે આ સમય ગાળામાં પણ ગુજરાતીઓએ અધધ રકમનો દંડ ભર્યો છે.

Surat two man not follow corona guidelines and not paid its penalty– News18 Gujarati

મોંઘવારી અને મંદી વચ્ચે રાજ્ય સરકારએ રૂપિયા 1 અબજ 68 કરોડ દંડ પેટે ઉઘરાવ્યા  છે. જે ખરેખર બહુ મોટી રકમ છે. વિધનસભા ગૃહમાં સરકારે દંડ અંગે જવાબ રજુ કર્યો હતો. અને તેમાં જાહેર કરવામાં આવેલા આંકડા ખરેખર ખુબ જ ચોકાવનારા છે.

Over 4,600 People Held For Violating Traffic Rules During Holi Celebrations in Mumbai: Police

રાજ્યના 16 લાખ 78 હજાર 922 લોકો એ કોરોના કાળમાં નિયમ ભંગ બદલ દંડ ભર્યો છે. જેમાં સૌથી વધુ દંડ અમદાવાદના નાગરિકોએ ભર્યો છે. અમદાવાદના  2 લાખ 71 હજાર 621 નાગરિકો એ દંડ ભર્યો છે. જયારે સુરતમાં  1 લાખ 87 હજાર 787 નાગરિકો એ દંડ ભર્યો છે. વડોદરા ના  73 હજાર 599 લોકો એ માસ્ક ના પહેરવા બદલ દંડ ભર્યો છે. રાજકોટ ના 1 લાખ 6 હજાર 841 લોકો એ દંડ ભર્યો છે.