- 21 વર્ષ બાદ મિસિસ વર્લ્ડનો તાજ ભારતને શિરે
- 63 દેશોને પછાડી સરગમ કૌશલ બની વિેજેતા
- જમ્મૂ કાશ્મીરની સરગમ કૌશલની જીત
- સરગમ કૌશલે મિસિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો
- 21 વર્ષ બાદ તાજ ભારત પરત લાવ્યું
- વિશ્વની 63 દેશોની મહિલાઓએ લીધો ભાગ
- સરગમે પોતાની સફળતાનો શ્રેય પિતા-પતિને આપ્યો
Mrs. World: સરગમ કૌશલે મિસિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે. આ તાજ 21 વર્ષ બાદ ભારત પાસે પરત આવ્યો છે. આ સ્પર્ધામાં વિશ્વના 63 દેશોની મહિલાઓએ ભાગ લીધો હતો, જેમાંથી સરગમ કૌશલ વિજેતા બની છે. જમ્મુ-કાશ્મીરની રહેવાસી સરગમ વ્યવસાયે શિક્ષક છે. તેણે 2018માં નેવી ઓફિસર સાથે લગ્ન કર્યા હતા. સરગમે તેની સફળતાનો શ્રેય તેના પિતા અને પતિને આપ્યો છે.
મિસિસ ઈન્ડિયા પેજન્ટના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની જાહેરાત કરવામાં આવી છે. તાજ પહેરાવવાની ક્ષણની એક ઝલક અહીં શેર કરતાં લખ્યું છે કે, લાંબી પ્રતીક્ષા પૂરી થઈ. આ તાજ 21 વર્ષ પછી આપણી પાસે પાછો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સરગમ પહેલા ડો. અદિતિ ગોવિત્રીકરે 2001માં આ ખિતાબ જીત્યો હતો.એવોર્ડ માટેની જ્યુરી પેનલમાં અભિનેત્રી સોહા અલી ખાન, વિવેક ઓબેરોય અને મોહમ્મદ અઝહરુદ્દીનનો સમાવેશ થાય છે. અગાઉ, સરગમ 15 જૂન 2022 ના રોજ મિસ ઈન્ડિયા વર્લ્ડ 2022 નો એવોર્ડ જીત્યો હતો. તેમને આ બિરુદ નવદીપ કૌરે આપ્યું હતું.
ભારતે છેલ્લી વખત 2001માં આ તાજ જીત્યો હતો.
ડૉ. અદિતિ ગોવિત્રિકરે 21 વર્ષ પહેલાં એટલે કે 2001માં મિસિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. અદિતિ આ તાજ જીતનારી પ્રથમ ભારતીય મહિલા હતી. અદિતિ એક અભિનેત્રી પણ છે, તેણે મોકલા ફ્રાય, દે દના દન, સ્માઈલ પ્લીઝ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
મિસિસ વર્લ્ડ વિશ્વની પ્રથમ આવી સૌંદર્ય સ્પર્ધા છે, જે પરિણીત મહિલાઓ માટે બનાવવામાં આવી છે. તેની શરૂઆત 1984માં થઈ હતી. પહેલા તેનું નામ મિસિસ અમેરિકા હતું જે બાદમાં બદલીને મિસિસ વુમન ઓફ ધ વર્લ્ડ કરવામાં આવ્યું હતું. વર્ષ 1988માં તેનું નામ મિસિસ વર્લ્ડ રાખવામાં આવ્યું હતું. મિસિસ વર્લ્ડ ટાઈટલ જીતનાર પ્રથમ મહિલા શ્રીલંકાની રોઝી સેનાયાકે હતી.
