Not Set/ આ ભારતીય અરબપતિ પિતાએ તેની દીકરીની સેવા માટે મહિનાના ૨૮ લાખના ખર્ચે તૈનાત કર્યા ૧૨ નોકર

લંડન  શાહી અને એશોઆરામવાળી જિંદગીના ચોંકાવી દે તેવા ઘણા કિસ્સા આપણે સાંભળ્યા છે. હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મૂળ ભારતના અરબપતિએ  પોતાની દીકરીને શાહી અંદાજની જિંદગી મળે એટલે નોકરોની લાઈન લગાવી દીધી છે. દીકરીને લંડનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ના કરવો પડે એટલે ભારત જોડે સંબંધ રાખનારા આ અરબપતિએ એક નહિ પરંતુ […]

World Trending
97b7afda dd45 441e a20b f93cd3be6e23.c10 આ ભારતીય અરબપતિ પિતાએ તેની દીકરીની સેવા માટે મહિનાના ૨૮ લાખના ખર્ચે તૈનાત કર્યા ૧૨ નોકર

લંડન 

શાહી અને એશોઆરામવાળી જિંદગીના ચોંકાવી દે તેવા ઘણા કિસ્સા આપણે સાંભળ્યા છે. હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મૂળ ભારતના અરબપતિએ  પોતાની દીકરીને શાહી અંદાજની જિંદગી મળે એટલે નોકરોની લાઈન લગાવી દીધી છે. દીકરીને લંડનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ના કરવો પડે એટલે ભારત જોડે સંબંધ રાખનારા આ અરબપતિએ એક નહિ પરંતુ ૧૨ નોકરોને કામે રાખ્યા છે.

બ્રિટનના સુત્રોના જણાવ્યા પ્રમાણે એક છોકરીની સેવા માટે તેના પરિવારે ૧૨ લોકોનો નોકરોનો સ્ટાફ રાખ્યો છે. અરબપતિના દીકરી માટે જે નોકરોને નિયુક્ત કરવામાં આવ્યા છે તેમાં શેફ, હાઉસકીપર, મેડ, ગાર્ડનાર અને ડ્રાઈવરનો સમાવેશ થાય છે.

ચોંકાવનારી વાત તો એ છે કે આ નોકરોને નિયુક્ત કરવા માટે તેમણે જાહેરાત આપી હતી જેમાં લખ્યું હતું કે એક મેડ જોઈએ છે જે ખુશમિજાજી હોય. અરબપતિની દીકરી ૪ વર્ષ  માટે લંડનમાં અભ્યાસ કરશે. આ સમયગાળા દરમ્યાન તેના માટે એક રાજમહેલ અને નોકરોને તેની સેવામાં તૈનાત રાખવામાં આવશે.

રસોઈ બનવવા માટે, ટેબલ સાફ કરવા માટે, રસોઈનું મેનુ બનાવવા માટે અને  જમવાનું પીરસવા જેવા કામ માટે અલગ-અલગ નોકર રાખવામાં આવ્યા છે.

એટલું જ નહી પણ એક નોકર તો માત્ર છોકરાઓ આવે તો દરવાજો ખોલવા માટે જ રાખ્યો છે.

તમને જણાવી દઈએ કે દીકરી માટે રાખેલા આ નોકરો પાછળ તેનો પરિવાર ૩૦,૦૦૦ પાઉન્ડ ખર્ચ કરશે. ભારતીય ચલણ પ્રમાણે આ ખર્ચ ૨૮ લાખ જેટલો થાય છે.