ગુજરાતમાં કોરોના નવા સ્વરૂપે ફરી માથુ ઉંચકતા સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય વિભાગે તકેદારીના ભાગરૂપે સુરેન્દ્રનગર લીંબડી અને ધ્રાંગધ્રામાં કુલ 50 બેડના કોરોના વોર્ડ શરૂ કરી દીધા છે. જિલ્લામાં વિદેશથી આવેલા 24 લોકોને હોમ આઈસોલેશનમાં રખાયા છે. આઠ દિવસ બાદ તેમના આર.ટી.પી.સી.આર. રીપોર્ટ કરાવવામાં આવશે.
આ પણ વાંચો ;શિવસેનાના / સંજ્ય રાઉતે PM મોદી પાસે માંગ્યો જવાબ, હેલિકોપ્ટર દુર્ઘટના મામલે લોકોના મનમાં શંકા છે!
રાજ્યમાં ઓમીક્રોનના ભય વચ્ચે કોરોના ફરી માથુ ઉંચકી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી ખાતે શંકાસ્પદ કેસ આવેલો છે જેનો રીપોર્ટ આવે તેની રાહ જોવાઈ રહી છે. દરમ્યાન આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આ વ્યકિતના સંપર્કમાં આવેલા છે. જે નેગેટીવ આવતા હાશકારો થયેલો છે. આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે લીંબડી અને ધ્રાંગધ્રામાં 10-10 તથા સુરેન્દ્રનગરમાં 30 બેડના કોરોના વોર્ડ શરૂ કરી દેવામાં આવેલા છે.
આ પણ વાંચો ;ફરજનિષ્ઠ કર્મચારી / આ હેલ્થ ઓફિસર 6 મહિનાની દીકરીને છાતીએ વળગાડીને ગામડે ગામડે ફરીને આપે છે વેક્સિન
જરૂર પડશે તો કોરોના વોર્ડમાં બેડની સંખ્યા વધારવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે. જાણવા મળતી વધુ વિગત મુજબ જિલ્લામાં 24 વ્યકિતઓ વિદેશથી આવેલા છે. તેઓના એરપોર્ટ ઉપર નેગેટીવ રીપોર્ટ આવતા હાલ તેમને હોમ આઈસોલેટ કરવામાં આવેલા છેે. અને આઠ દિવસ બાદ તેમના ફરીથી આર.ટી.પી.સી.આર. રીપોર્ટ કરાવવામાં આવેલા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ ફેલાય નહી તે માટે આરોગ્ય વિભાગ તમામ પગલા લઈ રહ્યું છે. અને આમ જનતાને પણ કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
