પાકિસ્તાન/ PUBG ગેમની લતને કારણે 14 વર્ષના બાળકે પરિવારની કરી નિર્દયતાપૂર્વક હત્યા

બાળકની માતા, તેને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઘણી વખત ઠપકો આપતી હતી. તેનાથી હતાશ થઈને તેણે પિસ્તોલ વડે તેની માતા અને ભાઈ-બહેનની ગોળી મારીને હત્યા કરી નાખી.

Top Stories World
મોબાઈલ ફોનમાં PUBG ગેમની લતને કારણે 14 વર્ષના બાળકે પરિવારની કરી હત્યા

આજના સમયમાં ટેકનોલોજીનો ઝડપી વિકાસ માનવ વિકાસમાં મોટી સમસ્યા ઉભી કરી રહ્યો છે. એક તરફ ટેક્નોલોજી ક્ષેત્રે મોટી શોધ માનવ સમાજને આગળ લઈ જઈ રહી છે ત્યારે તેની ઘણી ખામીઓ પણ સામે આવી છે. આજના સમયમાં મોબાઈલ ફોનનો વિકાસ જેટલો ઝડપથી થઈ રહ્યો છે તેટલી જ ઝડપથી તેની તરફ યુવાનોનું આકર્ષણ વધ્યું છે. મોબાઈલ ફોનમાં વિડિયો ગેમ્સ આવવાથી યુવાનોમાં તેનો ક્રેઝ વધુ ઝડપથી વધ્યો છે.

હાલમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતની રાજધાનીમાં ઓનલાઈન ગેમ PUBGના કારણે એક બાળકે પોતાના આખા પરિવારની હત્યા કરી નાખી છે. કહેવામાં આવી રહ્યું છે કે 14 વર્ષનો છોકરો ઘણીવાર મોબાઈલમાં PUBG રમવામાં વ્યસ્ત રહેતો હતો. તે જ સમયે, આ કારણે તેની માતા હંમેશા ગુસ્સામાં જોવા મળતી હતી. પોલીસનું કહેવું છે કે બાળકની માતા, તેને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઘણી વખત ઠપકો આપતી હતી. તેનાથી હતાશ થઈને તેણે પિસ્તોલ વડે તેની માતા અને ભાઈ-બહેનની ગોળી મારીને હત્યા કરી નાખી.

પોલીસે માહિતી આપી છે કે ગયા અઠવાડિયે લાહોરના કેહના વિસ્તારમાં 45 વર્ષીય હેલ્થ વર્કર નાહિદ મુબારક તેના 22 વર્ષના પુત્ર તૈમૂર અને 17 અને 11 વર્ષની બે પુત્રીઓ સાથે મૃત હાલતમાં મળી આવ્યા હતા. હાલ આ કેસમાં પોલીસને સફળતા મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘરમાં એકમાત્ર જીવિત 14 વર્ષનો બાળક આ હત્યા માટે દોષી છે.

પોલીસનું કહેવું છે કે બાલ્કની માતા નાહિદ ડિવોર્સી હતી અને અભ્યાસમાં ધ્યાન ન આપવા અને PUBG રમવામાં બદલ હમેશાં તેના બાળકને ઠપકો આપતી હતી. ઘટનાના દિવસે પણ નાહિદે તેના બાળકને PUBG રમવા માટે ઠપકો આપ્યો હતો. જેના કારણે પરેશાન બાળકે તેની માતાના કબાટમાંથી પિસ્તોલ કાઢી અને તેની માતા અને ત્રણ ભાઈ-બહેનને ઊંઘમાં ગોળી મારી દીધી.

પોલીસનું કહેવું છે કે PUBG રમવાનું વ્યસની બાળકે હાલમાં પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. આ ઉપરાંત પોલીસને શંકાસ્પદના લોહીથી ખરડાયેલા કપડા પણ મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર નાહિદે પોતાના પરિવારની સુરક્ષા માટે પિસ્તોલ લીધી હતી. ત્યાં તે તેના મૃત્યુનું કારણ બન્યું.

World / જો વજન વધ્યું છે તો પગાર કપાઈ જશે : અમીરાત એર હોસ્ટેસનો ખુલાસો

Covid-19 / કેરળમાં એક જ દિવસમાં કોરોનાના 50,812 નવા કેસ નોંધાયા