Not Set/ એર ઇન્ડિયા પાસે 146 વિમાન, 17 હજાર કર્મચારી અને ઘણું બધુ મળશે તાતાને પરત !

એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એકપ્રેસને ખરીદ્યા બાદ આ સવાલ પણ ઉઠે છે  કે તાતા સન્સ એર એશિયા ઇન્ડિયા અને વિસ્તારા કંપનીને લઇ શું નવી રણનીતિ બનાવશે? કારણકે બંને એર લાઈન્સને તાતા ગ્રુપ પહેલેથી જ ચલાવી રહ્યું છે.

Top Stories India
Tata Sons wins the bid for acquiring national carrier Air India

આખરે ત્રણ વર્ષ  પછી મોદી સરકારે એર ઈન્ડિયા ને વેચવામાં સફળતા મેળવી છે. તાતા દ્વારા 1800 કરોડ રૂપિયામાં એર ઈન્ડિયાને ખરીદી લેવામાં આવ્યું છે. તાતાને માલિકી હક મળ્યા પછી એર ઇન્ડિયા ની ઘરવાપસી થઇ છે કારણે આજથી 68 વર્ષ પહેલા ભારત સરકારે તાતા પાસેથી એર ઇન્ડિયાને ખરીદી હતી. તાતા પાસે પરત આવતા રતન તાતા દ્વારા ટ્વીટ કરીને લખવામાં આવ્યું હતું કે, “વેલકમબેક એર ઇન્ડિયા”. આ ડીલ સાથે ભારતીય એવિએશન સેક્ટરમાં તાતા ગ્રુપની ઇન્ડિગો બાદ બીજી સૌથી મોટી ભાગીદારી થઇ જશે.  તાતાને માત્ર વિમાનો મળશે તેવું નથી પરંતુ તેની સાથે 98 ડોમેસ્ટિક અને વિદેશી વિમાનો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ મળશે. ભારત અને વિદેશમાં રહેલી પ્રોપર્ટી પણ તાતા ગ્રુપને હસ્તગત કરવામાં આવશે.  17,984 કમર્ચારીઓ હવે તાતા ગ્રુપના થશે અને અંદાજે 23 હજાર કરોડ રૂપિયાનું દેવું પણ તાતા ગ્રુપના માથે આવી શકે છે.

શું છે ડીલ?

તાતા સન્સે એર ઇન્ડિયા અને તેની સહાયક કંપની એર ઇન્ડિયા એક્સપ્રેસ લિમિટેડની 100 ટકા ભાગીદારી મેળવી છે. આ ઉપરાંત સંયુક્ત ઉદ્યમ અંતર્ગત કાર્ગો કંપની AISATSમાં  50 ટકા ભાગીદારી મળશે. એર ઇન્ડિયા એકપ્રેસ લિમિટેડમાં 100 ટકા ભાગીદારી છે. તે લો-કોસ્ટ ઈન્ટરનેશનલ રૂટ પર સેવા આપે છે. સંપતિના રૂપે દિલ્હી, મુંબઈ વિમાન મથક પર રહેલા જમીન અને ભવન તથા કોર્પોરેટ હાઉસ છે તે મળશે. ઉપરાંત કર્મચારીઓનું ટ્રાન્સફર પણ તાતામાં કરવામાં આવશે. જે પાંચ વર્ષ બાદ કોઈપણ ભારતીયને વેચી શકશે.

બેડામાં છે 146 વિમાન

એર ઇન્ડિયાના વિનિવેશ યોજનાની જાણકારી જાન્યુઆરી,2020માં તત્કાલિન નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ આપતા જણાવ્યું હતું કે, એર ઇન્ડિયા તથા એર ઇન્ડિયા એકપ્રેસ માટે 146 વિમાન છે. જેમાંથી 82 વિમાનનો હક એર ઇન્ડિયા પાસે છે. તેમના જણાવ્યા અનુસાર એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એકપ્રેસના વિમાનોની એવેરેજ ઉમર આઠ વર્ષની છે. એર ઇન્ડિયા પાસે 27 બોઇંગ પાંચ વર્ષ જૂના છે અને 27 એરબસ-320 નિયો બે વર્ષ જુના છે. ભારતીય વિમાન સેવાઓમાં ભારતથી આવનજાવન કરનારી આંતરરાષ્ટ્રીય વિમાનસેવાઓમાં એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એકપ્રેસ લિમિટેડની ભાગીદારી 51 છે. વૈશ્વિક વિમાની સેવાઓમાં ભારતની ભાગીદારી 18 ટકા છે. તેમના જણાવ્યા અનુસાર 56 ડોમેસ્ટિક, 42 આંતરરાષ્ટ્રીય સ્થાનોને કવર કરે છે. એર ઇન્ડિયા કોડ શેર ઓપરેશનના સેકેન્ડરી નેટવર્કના માધ્યમથી 75 ટકાથી વધારે સ્થાનોને કવર કરે છે.

કર્મચારીઓનું શું થશે? ઈસ 

એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ પાસે 17984 કમર્ચારીઓ છે. જેમાં 9617 કમર્ચારીઓ કાયમી છે. લગભગ 36 ટકા કર્મચારી 2025 સુધીમાં નિવૃત થઇ જશે.AISATS માં કર્મચારીઓની સંખ્યા 11958 છે ને 399 કમર્ચારીઓ એર ઇન્ડિયા અને અન્ય સહાયક કંપની તરફથી તૈનાત કરવામાં આવ્યા છે. આ દરેક કમર્ચારીઓ તાતાના થઇ જશે. કર્મચારીઓ પાસે VRS નો પણ એક વિકલ્પ હશે.

તાતાની વિસ્તારા અને એર એશિયાનું શું થશે ?

એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એકપ્રેસને ખરીદ્યા બાદ આ સવાલ પણ ઉઠે છે  કે તાતા સન્સ એર એશિયા ઇન્ડિયા અને વિસ્તારા કંપનીને લઇ શું નવી રણનીતિ બનાવશે? કારણકે બંને એર લાઈન્સને તાતા ગ્રુપ પહેલેથી જ ચલાવી રહ્યું છે. સ્વાભાવિક વાત છે કે, આ અંગે કોઈ પ્લાન તૈયાર કર્યો નહિ હોય. કારણકે બિઝનેસ નિયમો અનુસાર એક જ ગ્રુપની કંપનીઓ અંદરોઅંદર સ્પર્ધા ભાગ્યે જ કરે.