અફઘાનિસ્તાન/ કાબુલ એરપોર્ટ પર પરિસ્થિતિ વધુ વણસી, નાસભાગમાં સાત લોકોનાં મોત

બ્રિટીશ સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે કાબુલ એરપોર્ટ પર પરિસ્થિતિ હજુ પણ પડકારજનક છે. ભારે સુરક્ષા હોવા છતાં, ભીડ સતત એકઠી થતી હતી, જેને સંભાળવા માટે સૈનિકોને ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો.

Top Stories World
કાબુલ એરપોર્ટ

બ્રિટીશ સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે કાબુલ એરપોર્ટ પર પરિસ્થિતિ હજુ પણ પડકારજનક છે. ભારે સુરક્ષા હોવા છતાં, ભીડ સતત એકઠી થતી હતી, જેને સંભાળવા માટે સૈનિકોને ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. અફઘાનિસ્તાનના કાબુલમાં તાલિબાનના કબ્જા બાદથી પરિસ્થિતિ નાજુક છે. દરેક વ્યક્તિ દેશ છોડવા માટે ઉતાવળો બન્યો છે. એરપોર્ટ પર નાસભાગ મચી ગઈ છે. દેશ છોડવા માટે હજારો લોકો કાબુલ એરપોર્ટ પર પહોચી રહ્યા છે. દરમિયાન, બ્રિટિશ આર્મીએ કહ્યું છે કે એરપોર્ટ પર ભાગદોડ મચી જતાં સાત અફઘાન નાગરિકોના મોત થયા છે. બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે અત્યારે કાબુલની સ્થિતિ બહુ નાજુક છે. ખૂબ જ પડકારજનક છે, પરંતુ અમે પરિસ્થિતિને સંભાળવા માટે શક્ય પ્રયાસ કરી રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે કાબુલ એરપોર્ટ પર સતત ભેગા થવાના કારણે સમગ્ર સપ્તાહ દરમિયાન અરાજકતાનું વાતાવરણ રહ્યું છે. આ દરમિયાન અનેક વખત ફાયરિંગની ઘટનાઓ બની છે. આ સપ્તાહની શરૂઆતમાં પણ દેશ છોડવા માટે કાબુલ એરપોર્ટ પર ભારે ભીડ હતી અને ત્યારે પણ નાસભાગ મચી હતી. આ દરમિયાન ફાયરિંગ થયું, જેમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે ફાયરિંગની આ ઘટના કોની તરફથી કરવામાં આવી હતી.

હશમત ગનીએ તાલિબાન સાથે હાથ મિલાવ્યા 

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવતા જ દેશ છોડીને ભાગી ગયેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની ના ભાઈએ હવે અફઘાનો સાથે દગો કર્યો છે. હશમત ગનીએ તાલિબાન સાથે હાથ મિલાવ્યા હોવાના અહેવાલ છે. અહેવાલો અનુસાર, હશમત ગનીએ તાલિબાન નેતા ખલીલ-ઉર-રહેમાન અને ધાર્મિક નેતા મુફ્તી મહમૂદ ઝાકીરની હાજરીમાં આતંકવાદી જૂથને ટેકો આપવાની જાહેરાત કરી છે.

અશરફ ગની હાલમાં પરિવાર સાથે સંયુક્ત આરબ અમીરાતમાં છે. કાબુલ ન્યૂઝે બુધવારે શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં માહિતી આપી હતી કે ગની કાબુલમાંથી ભાગી ગયા બાદ યુએઈના અબુ ધાબીમાં સ્થાયી થયા છે. અગાઉ તે પડોશી દેશ તાજિકિસ્તાન ગયો હતો પરંતુ તેના વિમાનને અહીં ઉતરવાની મંજૂરી નહોતી. બાદમાં ગનીએ તેમની વિદાયનો બચાવ કરતા કહ્યું કે તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ નથી અને “દેશના ભવિષ્ય માટે વિકાસ યોજનાઓમાં યોગદાન આપવાનું ચાલુ રાખશે”.

 

આયુષ સામે આકરો પડકાર / કોરોનામાં કારગર નથી આયુષ-64 દવા , દર્દીઓના સમૂહ પર મેડિકલ અભ્યાસ કરાયો