Not Set/ કોરોનામાં કારગર નથી આયુષ-64 દવા , દર્દીઓના સમૂહ પર મેડિકલ અભ્યાસ કરાયો

મેડિકલ જર્નલ મેડરેક્સિવમાં આ અભ્યાસ પ્રકાશિત કરવામાં આવેલો અને તે મુજબ અલગ-અલગ દર્દીઓના સમૂહ પરના મેડિકલ અભ્યાસમાં આયુષ-64 થી કોઈ મહત્વપૂર્ણ લાભ નથી મળેલો.

Top Stories India
આયુષ

કોરોના મહામારીના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને દેશના દરેક જિલ્લામાં આયુષ -64 દવા વહેંચવામાં આવે છે. આ દવાને લઈ સરકાર રાષ્ટ્રીય સ્તરે અભિયાન પણ ચલાવી રહી છે પરંતુ મેડિકલ અભ્યાસમાં એક અલગ જ તસવીર સામે આવી છે.

16 ડૉક્ટર્સની ટીમે કર્યો ગહન અભ્યાસ

આયુષ-64 થી કોઈ મહત્વપૂર્ણ લાભ મળ્યા નથી

જોધપુર ખાતે આવેલી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા અને જયપુર ખાતેની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ આયુર્વેદના 16 ડૉક્ટર્સની ટીમને આ દવા અસરહીન જણાઈ છે. મેડિકલ જર્નલ મેડરેક્સિવમાં આ અભ્યાસ પ્રકાશિત કરવામાં આવેલો અને તે મુજબ અલગ-અલગ દર્દીઓના સમૂહ પરના મેડિકલ અભ્યાસમાં આયુષ-64 થી કોઈ મહત્વપૂર્ણ લાભ નથી મળેલો. જ્યારે કેન્દ્ર સરકારને જ આધીન આયુષ મંત્રાલય, સીએસઆઈઆર સહિતની અન્ય સંસ્થાઓ આ દવા લાભકારી હોવાનો દાવો કરી ચુકી છે. અગાઉ હાઈડ્રોક્સીક્લોરોક્વીન, આઈવરમેક્ટિન, સ્ટેરાયડ યુક્ત દવાઓ, રેમડેસિવિર, પ્લાઝ્મા અને કોવેક્સિન પરીક્ષણમાં પણ અલગ અલગ વૈજ્ઞાનિક દાવાઓ સામે આવેલા છે.

શું છે આયુષ-64?

વર્ષ 1980માં મેલેરિયાનો સામનો કરવા માટે જડીબુટ્ટીઓમાંથી તૈયાર કરવામાં આવેલી આયુર્વેદિક આયુષ-64ને કોરોના વાયરસની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે. ગત 29 એપ્રિલના રોજ આયુષ મંત્રાલયે આ દવાના ક્લીનિકલ પરીક્ષણના પરિણામ સાર્વજનિક કર્યા હતા જેમાં કહ્યું હતું કે, આ દવા વાયરસ સામે લડવામાં સક્ષમ હોવા ઉપરાંત રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.

દેશનાં દરેક ખુણે કોરોના દર્દીઓ માટે આયુષ-64 દવા વહેંચવામાં આવી રહી છે. અને એક અભ્યાસમાં ડોક્ટર્સની ટીમે આ દવા કારગર નહી હોવાનું જણાવ્યું છે. ત્યારે ફરી એકવાર આ દવાનું પરીક્ષણ થાય તે ખૂબ જરૂરી છે.

રાજકીય રંગ / કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ રાહુલ ગાંધીને કહ્યું ‘આ તો રખડતો આખલો છે….