મન મરજીયા/ કોંગ્રેસના આ નેતાઓ 2017 પછી પક્ષને છોડીને બીજેપીમાં જોડાયા..જાણો..

એ જાણવું ચોક્કસથી રસપ્રદ રહેશે કે 2017થી લઇને અત્યાર સુધીમાં કોંગ્રેસના એવા કેટલા નેતાઓ છે જેમણે પંજાને પડતો મુકી કમળનો સહારો લીધો છે

Top Stories Gujarat Others
5 29 કોંગ્રેસના આ નેતાઓ 2017 પછી પક્ષને છોડીને બીજેપીમાં જોડાયા..જાણો..

અન્ય રાજયોની સરખામણીમાં ગુજરાતની વાત કરીએ તો ઇલેક્શનને લઇને પ્રજા વધુ ઉત્સાહિત જોવા મળે છે. સુત્રો દ્ધારા મળતી માહિતી પ્રમાણે હાલ દિવાળોનો માહોલ હોવાના કારણે ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં નથી આવી રહી. દિવાળી બાદ તરત જ ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ત્યારે એ જાણવું ચોક્કસથી રસપ્રદ રહેશે કે 2017થી લઇને અત્યાર સુધીમાં કોંગ્રેસના એવા કેટલા નેતાઓ છે જેમણે પંજાને પડતો મુકી કમળનો સહારો લીધો છે. એટલે કે પોતાના પક્ષ તરફ રોષ વ્યક્ત કરી ભાજપમાં જોડાયાછે.

4 32 કોંગ્રેસના આ નેતાઓ 2017 પછી પક્ષને છોડીને બીજેપીમાં જોડાયા..જાણો..

બીજેપીને સાથ આપનારા નેતામાં કુંવરજી બાવળિયાનું નામ મોખરે આવે. 3 જુલાઇ 2018ના દિવસે કુંવરજીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા. નોંધનીય છે કેકુંવરજી બાવળિયા જસદણ વિધાનસભા સીટ પરથી જીતેલા ઉમેદવાર હતા. પરંતુ કોંગ્રેસ સાથે કઇંક વાંકુ પડતા તેમને બીજેપીની રાહ પકડી.

4 33 કોંગ્રેસના આ નેતાઓ 2017 પછી પક્ષને છોડીને બીજેપીમાં જોડાયા..જાણો..

2019ની વાત કરવામાં આવે તો, તે વર્ષમાં 6 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા હતા અને ભાજપમાં જોડાયા હતા. તેમાં રાધનપુર સીટના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધ્રાંગધ્રા સીટના ધારાસભ્ય પરસોતમ સાબરીયા, માણાવદર બેઠક પરથી ધારાસભ્ય જવાહર ચાવડા, બાયડ બેઠક પરથી ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, જામનગર ગ્રામ્ય સીટ પરથી MLA વલ્લભ ધારવિયા અને ઉંઝા બેઠક પરથી આશા પટેલે રાજીનામું આપ્યું હતું.

4 34 કોંગ્રેસના આ નેતાઓ 2017 પછી પક્ષને છોડીને બીજેપીમાં જોડાયા..જાણો..

વર્ષ 2020માં પણ ભાજપ કોંગ્રેસને માત આપવામાં સફળ નિવડી. તે સમયે કોંગ્રેસમાંથી આઠ ધારાસભ્યોએ રાજીનામા આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. જેમાં અબડાસા સીટ પરથી પ્રધ્યુમનસિંહ જાડેજા, લીમડી સીટ પરથી સોમા ગાંડા પટેલ, ધારી સીટ પરથી જે.વી. કાકડિયા, મોરબી સીટ પરથી બ્રિજેશ મેરજા, ગઢડા સીટ પરથી પ્રવિણ મારુ, કરજણ સીટ પરથી અક્ષય પટેલ, કપરાડા સીટ પરથી જિતુ ચૌધરી, ડાંગ સીટ પરથી મંગળ ગાવિતનો સમાવેશ થાય છે.

4 35 કોંગ્રેસના આ નેતાઓ 2017 પછી પક્ષને છોડીને બીજેપીમાં જોડાયા..જાણો..

આ ઉપરાંત તાજેતરમાં જ મે મહિનામાં ખેડબ્રહ્માના કોંગ્રેસી ધારાસભ્ય અશ્વિન કોટવાલે રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. જ્યારે 4 ઓક્ટોબરે વિસાવદર બેઠકના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ પણ રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા. હાલ આ બંને સીટ ખાલી છે. જ્યાં આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદાન યોજાશે.

ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાય છે એ વાતમાં કોઇ બેમત નથી. પરંતુ ભાજપ પાસે એવી રણનિતી પણ છે, જે અન્ય પક્ષના ઉમેદવારને પોતાની તરફ ખેંચી શકે છે. 2017થી 2022 સુધી જેમ એક એક કરીને ધારાસભ્યોએ કોંગ્રેસને જાકારો આપીને બીજેના ગળે વળગ્યા છે તે જોતા લાગે છે કે વિધાનસભનાની ચૂંટણીના ચઢાણ કોંગ્રેસ માટે ઘણા કપરા સાબિત થશે.