સેવા/ ડોકટર દંપતિ છેલ્લા એક વર્ષથી સતત નિભાવી રહ્યા છે ફરજ

ડો.સુનિલ ઓઝા અને તેમના પત્ની એક વર્ષથી કોરોના દર્દીઓ માટે ફરજ બજાવે છે

Gujarat
dr ડોકટર દંપતિ છેલ્લા એક વર્ષથી સતત નિભાવી રહ્યા છે ફરજ

ડોકટરને ભગવાનનું બીજુ સ્વરૂપ કેમ કહે છે તેનું ઉત્તમ ઉદાહર વડનગર જીએમઇઆરએસ હોસ્પિટલમાં જોવા મળે છે. ત્યાં ડો.સુનિલ ઓઝા અને તેમના પત્ની ડૉ. શ્વેતા પ્રજાપતિ છેલ્લા એક વર્ષથી કોરોના દર્દીઓ માટે પોતાની ફરજ બજાવી રહ્યા છે. કોરોના વાઇરસના સંક્રમણની શરૂઆત થઈ ત્યારથી જ ડૉ. સુનિલ ઓઝા અને તેમની સાથેના ઉપરી અધિકારીઓ કોવિડ કેરની કામગીરી કરતા હતા.

વડનગરની સરકારી હોસ્માંપિટલમાં ફરજ બજાવતા ડૉ. સુનિલ ઓઝાના પિતા ગીરીશ ઓઝા પોતે વ્યવસાયે બિલ્ડર હતા, પરંતુ તેમણે તેમના બાળકો નાના હતા ત્યારથી જ  ડૉક્ટર બનાવવાના સપના જોયા હતા. જેના પરિણામે આજે ગીરીશભાઈના બે પુત્ર ડૉ. સુનિલ ઓઝા, કેતુલ ઓઝા, બે પુત્રવધુ ડૉ.શ્વેતા પ્રજાપતિ અને ડૉ. વંદના ઓઝા સાથેજ દીકરી-જમાઈ સહિત તેમના નજીકના દસ સભ્યો ડોક્ટર છે અને દર્દીઓની સેવા કરે છે. જેમાંથી ડૉ. સુનિલ ઓઝા અને તેમના પત્ની ડૉ.શ્વેતા ઓઝા વડનગર સરકારી હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. ડૉ.ઓઝાના પત્ની વડનગર સિવિલમાં કાર્યરત જિલ્લાની પહેલી કોરોના આરટી-પીસીઆર ટેસ્ટિંગ લેબનું સંચાલન કરી રહ્યા છે.

ડો. દંપતિનું માનવુ છે કે વડનગરની આ હોસ્પિટલ  સરકારી છે, પરંતુ અહીંના તબીબો, મેડિકલ અને પેરામેડીકલ સ્ટાફ, સફાઈ કર્મીઓ સાથે મળીને પોતાની ફરજ નિભાવે છે. દર્દીઓને એવો અહેસાસ થાય છે કે, કોઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર મળી રહી છે. દર્દીઓને નિઃશુલ્ક સારવાર, દવા, ઇન્જેક્શન, અને ભોજન આપવામાં આવી રહ્યું છે. કોરોનાના દર્દીઓ કે તેમના સગાઓને રેમડેસીવીર જેવા ઇન્જેક્શન કે કોઈ દવા લેવા માટે દોડધામના નથી કરવી પડતી.

વડનગર સરકારી હોસ્પિટલમાં તબીબી સેવા આપતા ડૉ. સુનિલ ઓઝા અને તેમના પત્ની ડૉ. શ્વેતા ઓઝા છેલ્લા એક વર્ષથી કોરોનાને લઈ સતત રાત દિવસ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે.  ત્યારે ડૉ.ઓઝા દંપતિનો નવ વર્ષનો દિકરો અને વૃદ્ધ માતાપિતા સાથે તેઓ એક વર્ષથી સરખી રીતે મળી શક્યા નથી. આજે ડૉક્ટર ઓઝાના માતા પિતા બન્ને કોરોના પોઝિટિવ છે. પંદર દિવસ પહેલા ડૉ.ઓઝાનો નવ વર્ષનો દીકરો બીમાર હતો, છતા તેની પાસે ના જઇને પોતાની ફરજ બજાવતા રહ્યા, સલામ છે આવા ડોક્ટરોને.