- ભરૂચમાં સફાઈ કામદારના મોત
- ગટર સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકોના મોત
- અંડર ગ્રાઉન્ડ ગટર સાફ કરવા ઉતર્યા હતા
- ગુંગણામણ થઈ મોત થયાનું પ્રાથમિક તારણ
- ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે
ભરૂચ શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો ગટર સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકોના મોત નીપજ્યા છે. જ્યારે એક કામદારને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ભરૂચના ડીવાયએસપી પણ ધટના સ્થળે પહોંચ્યા છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, દહેજમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે આજે ગલસીંગભાઈ મુનિયા, પરેશ કટારા અને અનીફ પરમાર નામના ત્રણ કામદારો ઉતર્યા હતા. પરંતુ, અંદર ગેસના કારણએ ગુંગળામણ થતા બૂમાબૂમ કરવા લાગ્યા હતા. જેથી બહાર રહેલા ભાવેશ કટારા અને જીગ્નેશ પરમાર નામના બે કામદારો પણ તેઓને બચાવવા માટે અંદર ઉતર્યા હતા. પરંતુ, તેઓ અંદર ઉતરી ન શક્તા પરત બહાર આવી ગયા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની ટીમે આવી અંદર ફસાયેલા ત્રણ કામદારોને બહાર કાઢ્યા હતા. જેઓને 108 મારફત હોસ્પિટલ લઈ જવાતા જ્યાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
કામદારોના મોતના પગલે ઘટનાસ્થળે હોબાળો મચ્યો હતો. હાલ ફાયર બ્રિગેડ અને પોલીસના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ પહેલા રાજકોટમાં આવેલા સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ મેઇન રોડ પર ગોકુલધામ ગેટ સામે 12 દિવસ પહેલા ભૂગર્ભ ગટરની સાફાઈ સફાઈ કરતી વખતે ગેસ ગળતરથી શ્રમિક મેહુલ મેસડા અને કોન્ટ્રાક્ટર અફઝલભાઇ ફુફરનું કરુણ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. તેમાં તમે જોઈ શકો છો કે, પ્રથમ શ્રમિક મેહુલ ભૂગર્ભ ગટરમાં ઉતર્યો હતો, ત્યારે ગુંગળામણને કારણે બેભાન થઈ તે ગટરમાં જ પડી ગયો હતો. ત્યારબાદ કોન્ટ્રાક્ટર અફઝલભાઈ તેને બચાવવા માટે ભૂગર્ભ ગટરમાં અંદર ઉતર્યા હતા. ત્યારે થોડીવાર બાદ બન્નેના ગટરમાં જ કરુણ મોત થતા અન્ય શ્રમિકોમાં ખુબજ દોડધામ મચી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, ગટરમાં સફાઇ કરવા ઉરતા કામદારોનો મુદ્દો વિધાનસભામાં પણ ગૂંજ્યો હતો. ગુજરાતમાં ગટરમાં સફાઈ કરવા ઉતરતા કામદારોના મોત બાદ તેમના પરિવારને કેટલી સહાય આપવામાં આવે છે. આ અંગેનો સવાલ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કર્યો હતો. તેમના સવાલનો સરકારે લેખિતમાં જવાબ આપતાં કહ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કુલ 11 સફાઈ કામદારના મોત નિપજ્યા છે. જેમાં હજુ 5 પરિવારને સહાય આપવામાં આવી છે અને હજુ 6 સફાઈ કામદારના પરિવારને સહાય આપવાની બાકી છે.
આ પણ વાંચો:વડોદરામાં વધુ એક રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો, વાહનોમાં પણ તોડફોડ
આ પણ વાંચો:કોર્પોરેટરનું કારસ્તાન,કામગીરીને બદલે દેખાડ્યો રુવાબ
આ પણ વાંચો:રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ અજમાવ્યો બેટિંગ પર હાથ, જુઓ ખાસ ફોટો
આ પણ વાંચો: ઈન્દોરના મંદિર અકસ્માતમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત, 40 ફૂટ ઊંડા પગથિયાંમાંથી રાતભર નીકળ્યા મૃતદેહો