Not Set/ બંગાળમાં પહેલા તબક્કામાં 26 સીટ અને અસમમાં 37 સીટ જીતીશું :

દેશના બે રાજ્યોમાં પ્રથમ તબક્કાનું મતદાન સમાપ્ત થયું છે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એક પ્રેસ કોન્ફરેન્સ દ્વારા જંગી બહુમતીનો દાવો કર્યો છે.

Top Stories India
Untitled 144 બંગાળમાં પહેલા તબક્કામાં 26 સીટ અને અસમમાં 37 સીટ જીતીશું :
  • બંને રાજ્યોમાં શાંતિપૂર્ણ મતદાન થયું
  • અસમમાં પ્રથમ તબક્કામાં 37 સીટ જીતીશું
  • અસમમાં 47માંથી 37 સીટો જીતીશું
  • બંને રાજ્યોએ સકારાત્મક મતદાન કર્યુ
  • ભાજપા સરકારે અસમમાં વિકાસકાર્યો કર્યા
  • અસમમાં ભાજપ સરકારની કામગીરીની અસર

દેશના બે રાજ્યોમાં પ્રથમ તબક્કાનું મતદાન સમાપ્ત થયું છે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એક પ્રેસ કોન્ફરેન્સ દ્વારા જંગી બહુમતીનો દાવો કર્યો છે. અમિત શાહે કહ્યું કે પહેલા તબક્કામાં બંગાળની 30 બેઠકોમાંથી 26 બેઠકો પર ભાજપ વિજય મેળવશે. જયારે અસમમાં 47 માંથી 37 બેઠકો પર કમળ ખીલશે.

અમિત શાહે કહ્યું કે અસમમાં ભાજપ સરકારના કામકાજની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. અસમમાં ભાજપને જંગી સમર્થન મળી રહ્યું છે. આસામમાં ભાજપને પહેલા તબક્કાની 47 બેઠકો પર બહુમતી મળી રહી છે અને પશ્ચિમ બંગાળમાં 37 બેઠકો પર ફરી એકવાર કમળ ખીલશે. અમિત શાહે કહ્યું કે અસમમાં અમારી પાસે જેટલી બેઠકો છે તેનાથી અમે પૂર્ણ બહુમતીની સરકાર બનાવીશું.

કોરોના રસી / ભારતે પોતાના નાગરિકો કરતા પણ વધુ રસી દુનિયાને આપી છે

100 કરોડની વસૂલાત / હાઇકોર્ટના નિવૃત્ત જજ પરમવીરના આક્ષેપોની કરશે તપાસ

મતદારોમાં ઉત્સાહ – શાહ

અમિત શાહે કહ્યું કે, બે રાજ્યોમાં પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાયું હતું. મતદારોએ મતદાનમાં ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપ બંગાળની લોકોની ભાવનાઓને ખૂબ નજીકથી સમજી ચૂકી છે. આવી સ્થિતિમાં, સંપૂર્ણ વિશ્વાસ છે કે બંગાળમાં ભાજપ સરકાર બનાવશે. બંગાળમાં પાર્ટીને 200 થી વધુ બેઠકો મળશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે બંગાળમાં નિરાશા અને હતાશાનું વાતાવરણ હતું. 27 વર્ષના સામ્યવાદી શાસન પછી, બંગાળના લોકોને આશા હતી કે દીદી નવી શરૂઆત કરશે. પરંતુ પાર્ટીનું ચિન્હ અને નામ બદલાયું પણ બંગાળ ત્યાંનું ત્યાં જ રહ્યું .

ચૂંટણી પંચનો આભાર માન્યો

અમિત શાહે કહ્યું કે હું ચૂંટણી પંચને અભિનંદન આપું છું કે તેઓ બંગાળમાં શાંતિપૂર્ણ મતદાન કરવામાં સફળ થયા છે. ઘણા વર્ષો પછી એવું થઈ રહ્યું છે કે મતદાનની પ્રક્રિયા કોઈના મૃત્યુ વિના, બોમ્બ ધડાકા કર્યા વિના, ફરીથી મતદાન કર્યા વિના સંપૂર્ણ છે.